હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પની ‘માસ્ટરસ્ટ્રોક’ ગેમમાં પાકિસ્તાન ફસાયું: શહબાઝ શરીફની એક સહીએ આખા દેશને જોખમમાં મૂક્યો!
ઇકોનોમિક ફોરમમાં ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ કરાર પર પાકિસ્તાને કર્યા હસ્તાક્ષર; ૮૧ લાખ કરોડના દેવા હેઠળ દબાયેલું પાકિસ્તાન હવે અમેરિકાના ઈશારે નાચશે?

સ્વિટ્ઝરલેન્ડ (ડાવોસ) :અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ડર હવે પાકિસ્તાન માટે હકીકત બની રહ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના ડાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દરમિયાન કંઈક એવું બન્યું છે જેણે પાકિસ્તાનના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રમ્પને ખુશ કરવાના ચક્કરમાં પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે એક એવા દસ્તાવેજ પર સહી કરી દીધી છે, જે પાકિસ્તાનને વધુ ઉંડી મુસીબતમાં ધકેલી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક શાંતિના નામે 'બોર્ડ ઓફ પીસ' (Board of Peace) ની રચના કરી છે. આ અંતર્ગત ગાઝા અને મધ્ય પૂર્વના વિવાદો ઉકેલવા માટે મુસ્લિમ દેશોનો સહકાર માંગવામાં આવ્યો છે. શહબાઝ શરીફે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો અર્થ એ છે કે હવે પાકિસ્તાને અમેરિકાના તમામ આદેશોનું પાલન કરવું પડશે. પહેલેથી જ ૮૧ લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલું અને ચીન પાસે ગીરો રખાયેલું પાકિસ્તાન હવે બે મહાશક્તિઓ વચ્ચે સેન્ડવીચ બનશે તે નક્કી છે.
આ ઘટનાક્રમથી ભારત સહિત સમગ્ર વિશ્વ આશ્ચર્યમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વિવાદમાં ભારતનું સ્ટેન્ડ હંમેશા સ્વતંત્ર રાખ્યું છે, જ્યારે શહબાઝ શરીફે દેશની આર્થિક કંગાળિયત દૂર કરવાના નામે પાકિસ્તાનની સાર્વભૌમત્વને ટ્રમ્પના ચરણોમાં ધરી દીધી હોય તેવું વિશ્લેષકો માની રહ્યા છે. ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે કારણ કે પાકિસ્તાનનો આ નવો વળાંક દક્ષિણ એશિયાની સુરક્ષાને પણ અસર કરી શકે છે.
જો પાકિસ્તાન ટ્રમ્પના આદેશો નહીં માને તો અમેરિકા આર્થિક મદદ રોકી દેશે, અને જો આદેશો માનશે તો ઈરાન અને અન્ય પાડોશી દેશો સાથેના સંબંધો બગડશે. ડાવોસમાં થયેલી આ સહી પાકિસ્તાની જનતા માટે નવી આર્થિક ગુલામીની શરૂઆત સાબિત થઈ શકે છે.
શહબાઝ શરીફની ‘ચમચાગીરી’ પાકિસ્તાનને ભવિષ્યમાં ભારે પડી શકે છે. ટ્રમ્પની રણનીતિ સામે પાકિસ્તાનનું કોઈ અસ્તિત્વ હોય તેવું જણાતું નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
