<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

હોશિયારપુરમાંથી વિસ્ફોટક આરડીએક્સ સાથે બબ્બર ખાલસાના ચાર આતંકીઓ ઝડપાયા

પંજાબ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી:આ આતંકીઓ પાસેથી અઢી કિલો જેટલું અત્યંત ઘાતક વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

હોશિયારપુર: પંજાબમાં પણ સુરક્ષા એજન્સીઓએ એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પંજાબના હોશિયારપુરમાં પોલીસ અને જાલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઈ) ના નેટવર્કને તોડી પાડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, સુરક્ષા એજન્સીઓએ ગઢશંકર વિસ્તારમાંથી ચાર શકમંદોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી પોલીસને ૨.૫ કિલો જેટલું આઈઈડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) જેમાં આરડીએક્સનો ઉપયોગ થયો હોવાની આશંકા છે, તે મળી આવ્યું છે. આ ઉપરાંત તેમની પાસેથી બે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય આતંકીઓ બબ્બર ખાલસાના ઇશારે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. જોકે, પંજાબ પોલીસની સતર્કતાને કારણે આ મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. 
હાલમાં પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે અને પકડાયેલા આતંકીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે જેથી તેમના અન્ય સાથીદારો વિશે માહિતી મેળવી શકાય.

(12:47 AM IST)