હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પરંપરાગત ખરીદીમાં ઘટાડો થતાં નાના જ્વેલર્સનો વેપાર થઈ ગયો ૫૦ ટકા
સોના-ચાંદીના બજારમાં તેજી પણ વેપારમાં મંદીઃ નાના જવેલર્સ ચિંતામાં

મુંબઈ,તા.૨૪: મધ્યમ વર્ગના ચાહકો, જેઓ નાના પ્રસંગો કે ગિફટીંગ માટે દાગીના ખરીદતા હતા, તેઓ હવે સોની બજારથી દૂર જઈ રહ્યા છે. સોના-ચાંદીના ભાવમાં સતત વધારાને કારણે ખરીદશક્તિ ઘટી છે. અગાઉના સમયમાં મધ્યમ વર્ગના લોકો કોઈ પણ સામાજિક પ્રસંગ કે સ્વજનને ગિફટ આપવા માટે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા સુધીની નાની જવેલરી આસાનીથી ખરીદી શકતા હતા. પરંતુ વર્તમાનમાં ભાવ વધારાને કારણે એ જ દાગીનાની કિમત વધીને ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આટલી મોટી રકમ ખર્ચવાને બદલે હવે લોકો થર માટે અન્ય સુખ-સુવિધાની વસ્તુઓ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગ્રાહક ફક્ત રોકાણ માટે સોનું-ચાંદી (લગડી) ખરીદી કરે છે. તો કેટલાક લોકો શેરબજારમાં રોકાણ કરતા થયા છે. માહકોના બદલાયેલા અભિગમને કારણે નાના જવેલર્સના વેપારમાં મોટું ગાબડું પડયું છે. છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો નાના સોનીઓના વેપારમાં સીધી ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેને કારણે નાના વેપારીઓમાં ભારે ચિતાનો માહોલ છે.(૪૦.૧૦)
નાના જવેલર્સ સામે બેવડી મુસીબત
મર્યાદિત મુડી આંત ઓછા રોકાણને કારણે નાના જવેલર્સ મોટા સ્ટોક એડવાન્સમાં લઈ શકતા નથી. જેને લીધે જ્યારે કોઈ ગ્રાહક ઓર્ડર આપે છે, ત્યારે જ તેઓ માલની ખરીદી કરે છે. પરંતુ ઘણીવાર ઓર્ડર લીધા પછી માલ ખરીદવા સુધીના ટૂંકા સમયગાળામાં જ ભાવ વધી જતા હોવાથી જવેલર્સને નુકસાન વેઠવું પડે છે. જેથી જવેલર્સને ઓર્ડર મળે એટલે સોનુ ખરીદી કરી લેવા કહેવાય છે. સોનાના વધતા ભાવે માત્ર ગ્રાહકોનું બજેટ જ નથી બગાડડ્યું, પરંતુ પરંપરાગત રીતે ચાલતા નાના જવેલર્સના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા કરી દીધા છે.
રિમેકિંગનું પ્રમાણ વધી રહ્યું છે
એક સમયે લોકો સોના-યાદીના નાના દાગીનાની સતત ખરીદી કરતા દેખાતા હતા. પરંતુ વર્તમાન સમયમાં જરૂરીયાત વગર ૧૮. કરેટના નાના દાગીના પણ લઈ રહ્યા નથી. બીજી બાજુ ચાંદીના ભાવ પણ રોકેટ ગતીએ વધી રહ્યા હોવાથી લોકોની ખરીદી મર્યાદીત થઈ છે. ઘરમાં પ્રસંગ હોય કે નવી જવેલરી પહેરવાની ઇચ્છા ધરાવતો એક વર્ગ જુનુ સોનુ રિમેકિગ કરાવતા થયા છે. છેલ્લા એક-દોઢ વર્ષ દરમિયાન જુનુ સોનુ રિયુઝ કે રિમેકિગ કરાવનારા લોકોની સંખ્યા ૨૫થી ૩૦ ટકા સુધી પહોંચી ગઈ છે.
ટીવી, એસી, ફ્રિજ જેવી સામગ્રીની માંગ વધી
ઇએમઆઈ જેવી સરળ ચુકવણી સુવિધાઓને કારણે મધ્યમ વર્ગ માટે મોંઘી લાગતી સામગ્રી પણ સરળતાથી ઉપલબ્ધ બની છે. હાલ જે રીતે મધ્યમ વર્ગના ગ્રાહકોમાં ટીવી, એસી, ફ્રિજ સહિતના બીજા ઇલેક્ટ્રોનિક ગેઝેટની માંગ વધી છે. તે જોતા એમ કહી શકાય છે કે, પરંપરાગત રીતે બચત અને રોકાણ માટે પસંદ થતાં સોના-ચાંદીની જગ્યાએ લોકો સુખ-સુવિધાની વસ્તુઓ તરફ વળી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
