<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

આસમાની આફતના કારણે હિમાચલ પ્રદેશમાં ૫૩૫ રસ્‍તાઓ બંધ

મનાલી અને શિમલામાં વ્‍યાપક ટ્રાફિક જામ થયો છે અને શ્રીનગર એરપોર્ટ પર ફલાઇટ્‍સ રદ કરવામાં આવી છે

 

નવી દિલ્‍હી તા.૨૪: જમ્‍મુ અને કાશ્‍મીરથી ઉત્તરાખંડ સુધીના પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે, ત્‍યારે સ્‍થાનિક રહેવાસીઓ મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. પહાડી વિસ્‍તારોમાં બે થી ત્રણ ફૂટ બરફ પડવાને કારણે બધી આવશ્‍યક સેવાઓ ખોરવાઈ ગઈ છે.

જમ્‍મુ અને કાશ્‍મીરના મેદાની વિસ્‍તારોમાં લગભગ એક ફૂટ બરફ પડ્‍યો છે, જ્‍યારે ઉપરના પહાડી વિસ્‍તારોમાં લગભગ બે થી ત્રણ ફૂટ બરફ પડ્‍યો છે. ભૂસ્‍ખલન, વૃક્ષો પડવા અને ભારે બરફના સંચયને કારણે હાઇવે અને લિક રોડ સહિતના રસ્‍તાઓ અવરોધિત થયા છે. ઘણા વિસ્‍તારોમાં તાપમાન શૂન્‍યથી નીચે ગગડી ગયું.

ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે શુક્રવારે જમ્‍મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) બંધ થઈ ગયો હતો, અને ઉધમપુરના જખાણી ચોક પર પણ વાહનવ્‍યવહાર ઠપ્‍પ થઈ ગયો હતો.

બારામુલ્‍લા, બડગામ અને રામબનના પહાડી રિસોર્ટ શહેર બટોટમાં પણ ભારે બરફવર્ષા થઈ હતી, જેના કારણે આખો વિસ્‍તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો. હિમવર્ષાને કારણે હવાઈ મુસાફરી પણ ખોરવાઈ ગઈ હતી, શ્રીનગર એરપોર્ટ અને ઇન્‍ડિગો એરલાઇન્‍સે ઘણી ફલાઇટ્‍સ હંગામી ધોરણે સ્‍થગિત અને રદ કરવાની જાહેરાત કરી હતી.

શ્રીનગર એરપોર્ટના સોશિયલ મીડિયા હેન્‍ડલ પર એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્‍યું હતું કે, દિલ્‍હી એરપોર્ટ પર લાગુ કરાયેલ ફબ્‍વ્‍ખ્‍પ્‍ અને શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે, આજે શ્રીનગર એરપોર્ટથી આવતી અને જતી કેટલીક ફલાઇટ્‍સ રદ કરવામાં આવી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રવાના થતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્‍સ સાથે નવીનતમ ફલાઇટ સ્‍થિતિ તપાસે.

નૈનિતાલ, ઉત્તરકાશી અને ટિહરી ગઢવાલ જિલ્‍લાના ઊંચાઈવાળા વિસ્‍તારોમાં અનેક સ્‍થળોએ વાહનો અને લોકો ફસાયેલા હતા. જાહેર બાંધકામ વિભાગ (PWD) એ અહેવાલ આપ્‍યો છે કે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૫૩૫ રસ્‍તાઓ બંધ કરવામાં આવ્‍યા છે, જ્‍યારે વ્‍યાપક બરફ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

વિભાગે અહેવાલ આપ્‍યો છે કે હિમવર્ષાને કારણે આશરે રૂા.૬ કરોડ (આશરે ડોલર ૬૦ મિલિયન USD) નું નુકસાન થયું છે. DCR નૈનિતાલ અને જિલ્‍લા આપત્તિ વ્‍યવસ્‍થાપન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, રાજ્‍ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમોએ ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી છે.

રામગઢ-મુક્‍તેશ્વર અને ધનચુલી બંધ વિસ્‍તારોમાં ફસાયેલા વાહનો અને મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. ટીમોએ રસ્‍તાઓ પરથી બરફ સાફ કરવા અને આશરે ૨૦ થી ૨૫ વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે JCB મશીનોનો ઉપયોગ કર્યો હતો

(12:06 PM IST)