<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

વાયુ પ્રદૂષણથી ભારતમાં દરરોજ ૪૬૫૭ મોત

ભારતમાં વાયુ પ્રદૂષણથી દર વર્ષે આશરે ૧૭ લાખ મોત થાય છે દેશમાં થનાર દર પાંચમાંથી લગભગ એક મોત પ્રદૂષિત હવા સાથે જોડાયેલું છે

નવી દિલ્‍હી, તા.૨૪: ભારતમાં વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્વાયરણની ચિંતા નથી, પરંતુ તે દેશ માટે એક ગંભીર જાહેર સ્‍વાસ્‍થ્‍ય સંકટનું રૂપ લઈ ચૂકયું છે. નિષ્‍ણાંતોનું કહેવું છે કે પ્રદૂષિત હવા દર વર્ષે લાખો લોકોના જીવન છીનવી રહી છે અને તેની અસર ચુપચાપ અર્થવ્‍યવસ્‍થાને પણ નબળી પાડી રહી છે. તાજેતરમાં જિનેવામાં આયોજીત વર્લ્‍ડ ઇકોનોમિક ફોર્મ દરમિયાન ઇકોનોમિસ્‍ટ ગીતા ગોપીનાથે આ મુદ્દા પર ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરી છે. તેમણે જણાવ્‍યું કે ભારતમાં વાયુ પ્રદૂષણથી દર વર્ષે આશરે ૧૭ લાખ મોત થાય છે. તેનો મતલબ એ થયો કે દેશમાં થનાર દર પાંચમાંથી લગભગ એક મોત પ્રદૂષિત હવા સાથે જોડાયેલું છે. જો આ આંકડાને દૈનિક હિસાબે જોઈએ તો સ્‍થિતિ વધુ ડરામણી થઈ જાય છે. ભારતમાં દરરોજ સરેરાશ ૪૬૫૭ લોકો ઝેરી હવાને કારણે પોતાના જીવ ગુમાવી રહ્યાં છે.

(4:05 PM IST)