ભારતનો માસ્ટરસ્ટ્રોક: રશિયા પાસેથી તેલ ઘટાડ્યું, બ્રાઝિલ સાથે ₹7,૧૬૪ કરોડનો ઐતિહાસિક સોદો કર્યો
ટ્રમ્પની ટેરિફ નીતિ અને રશિયા પરની નિર્ભરતા ઘટાડવા BPCL સજ્જ; ૧.૨ કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ભારત આવશે

નવી દિલ્હી: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર પરત ફર્યા બાદ બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને લઈને એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારતીય સરકારી તેલ કંપની BPCL એ રશિયા પાસેથી તેલની આયાતમાં કાપ મૂકીને દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલ સાથે મસમોટો કરાર કર્યો છે. આ સોદો અંદાજે $૭૮૦ મિલિયન (આશરે ₹૭,૧૬૪ કરોડ) નો છે, જે અંતર્ગત ભારત બ્રાઝિલની કંપની ‘પેટ્રોબ્રાસ’ પાસેથી ૧૨ મિલિયન (૧.૨ કરોડ) બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ટેરિફ નીતિ અને વેપારી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ભારત હવે એક જ દેશ પર નિર્ભર રહેવા માંગતું નથી. ભારત તેની તેલ આયાતની જરૂરિયાતોને હવે મધ્ય-પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા ક્ષેત્રોમાં વહેંચી રહ્યું છે (Diversification), જેથી ભવિષ્યમાં કોઈ પણ સંકટ સમયે પુરવઠો ખોરવાય નહીં.
: આ મહત્વપૂર્ણ કરાર નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે છે, જે ૨૦૨૬ ના કરાર કરતા બમણો છે. આ સોદા પર આગામી સપ્તાહે યોજાનારા ‘ઇન્ડિયા એનર્જી વીક’ કોન્ફરન્સ દરમિયાન સત્તાવાર મહોર મારવામાં આવશે. આ માત્ર તેલની ખરીદી નથી, પરંતુ ભારતની વિદેશ નીતિ અને આર્થિક ગણતરીઓનો એક ભાગ છે, જે દર્શાવે છે કે ભારત પોતાની જરૂરિયાત મુજબ ગમે ત્યારે વ્યુહરચના બદલી શકે છે.
માત્ર બ્રાઝિલ જ નહીં, ભારત અન્ય ક્ષેત્રોમાં પણ હાથ મિલાવી રહ્યું છે:
નુમાલીગઢ રિફાઇનરી (NRL): ફ્રાન્સની ટોટલએનર્જી સાથે ટકાઉ ઉડ્ડયન બળતણ (SAF) માટે કરાર કરશે.
શેલ (Shell) સાથે ભાગીદારી: BPCL ની પેટાકંપની શેલ સાથે મળીને વિશ્વભરમાં તેલ અને ગેસના નવા સ્ત્રોતોમાં હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે.
સાદી ભાષામાં કહીએ તો, ભારત હવે ‘ઓઇલ ડિપ્લોમસી’ માં વધુ સતર્ક બન્યું છે. ટ્રમ્પના શાસનકાળમાં વધતા વૈશ્વિક તણાવ વચ્ચે આ આત્મનિર્ભરતા તરફનું એક મજબૂત કદમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
