હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય બંધારણના દરેક પાના પર કેમ લખેલું છે ‘PREM’? જાણો તેની પાછળની અતૂટ પ્રેમ અને સમર્પણની કહાની
પ્રેમ બિહારી રાયઝાદાએ એક પણ રૂપિયો લીધા વગર ૬ મહિનામાં હાથથી લખ્યું હતું સંવિધાન; નહેરુ સામે મૂકી હતી એક અનોખી શરત

નવી દિલ્હી:સામાન્ય રીતે જ્યારે આપણે ભારતીય બંધારણની વાત કરીએ છીએ, ત્યારે ડૉ. બી.આર. આંબેડકરનું નામ મનમાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વિશ્વનું આ સૌથી લાંબુ લેખિત બંધારણ જેમના અક્ષરોથી સજાવવામાં આવ્યું છે, તે વ્યક્તિ કોણ હતા? તે હતા પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. તેમણે આખું બંધારણ કોઈ મશીન કે ટાઈપરાઈટરથી નહીં, પણ પોતાના હાથથી ઈટાલિક શૈલીમાં લખ્યું હતું.
જ્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાયઝાદાને બંધારણ લખવા માટે પૂછ્યું અને તેનું મહેનતાણું પૂછ્યું, ત્યારે રાયઝાદાએ જે કહ્યું તેણે સૌના દિલ જીતી લીધા. તેમણે કહ્યું, "મારે એક પણ રૂપિયો જોઈતો નથી. મારી પાસે બધું જ છે. બસ મારી એક શરત છે કે બંધારણના દરેક પાના પર મારું નામ હશે અને છેલ્લા પાના પર મારા નામ સાથે મારા દાદાનું નામ પણ હશે." નહેરુએ તેમની આ ભાવનાત્મક શરત સ્વીકારી લીધી.
પ્રેમ બિહારી રાયઝાદાને આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં ૬ મહિનાનો સમય લાગ્યો હતો. લેખન દરમિયાન તેમણે અંદાજે ૪૩૨ પેન (નીબ) નો ઉપયોગ કર્યો હતો. આ હસ્તપ્રત માટે ખાસ કાગળ ઈંગ્લેન્ડના બર્મિંગહામથી મંગાવવામાં આવ્યો હતો. આખા દસ્તાવેજનું વજન અંદાજે ૧૩ કિલોગ્રામ છે. આ હસ્તપ્રતને શાંતિનિકેતનના કલાકારોએ સુંદર ચિત્રોથી સજાવી છે.
આજે પણ બંધારણની આ મૂળ હસ્તપ્રત સંસદ ભવનની લાઈબ્રેરીમાં ખાસ રીતે તૈયાર કરેલા કાચના બોક્સમાં રાખવામાં આવી છે. આ બોક્સમાં નાઈટ્રોજન ગેસ ભરેલો હોય છે જેથી વર્ષો સુધી કાગળ અને શાહી બગડે નહીં. આજે જ્યારે આપણે લોકશાહીના ગૌરવની વાત કરીએ છીએ, ત્યારે બંધારણના દરેક પાને અંકિત 'પ્રેમ' શબ્દ આપણને એક નિઃસ્વાર્થ કલાકારની દેશભક્તિની યાદ અપાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
