<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

પત્નીનું ખતરનાક ષડયંત્ર: પતિને ફસાવવા ગૌમાંસ પ્લાન્ટ કર્યું: ડિવોર્સ માટે અપનાવ્યો ક્રાઈમ થ્રિલર જેવો રસ્તો

શરૂઆતમાં આ મામલો સામાન્ય ગૌહત્યાનો લાગતો હતો, પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આખો ભાંડો ફૂટી ગયો

કાનપુર: ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે કોઈ ક્રાઈમ થ્રિલર મુવીની પટકથા જેવો લાગે છે. એક મહિલાએ પોતાના પતિ પાસેથી છૂટાછેડા મેળવવા માટે તેને ગંભીર ગુનામાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઘટનામાં મહિલાએ બે વાર પતિને ફસાવવાનો પ્રયાસ કર્યો અને તેના માટે બનાવટી દસ્તાવેજો, ફેક આઈડી અને "બર્નર ફોન" (કામચલાઉ ફોન)નો ઉપયોગ કર્યો હતો.

 

વિગતો મુજબ, મહિલા કોઈ પણ ભોગે પતિથી અલગ થવા માંગતી હતી, પરંતુ પતિ છૂટાછેડા આપવા તૈયાર નહોતો. આથી મહિલાએ પતિને જેલ ભેગો કરવા માટે એક ખતરનાક પ્લાન બનાવ્યો. તેણે ગૌહત્યાના કેસમાં પતિને ફસાવવા માટે કથિત રીતે 'ગૌમાંસ' (બીફ) પ્લાન્ટ કર્યું હતું. શરૂઆતમાં આ મામલો સામાન્ય ગૌહત્યાનો લાગતો હતો, પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આખો ભાંડો ફૂટી ગયો.

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ માત્ર ગૌહત્યાનો કેસ નથી પરંતુ એક પતિને બરબાદ કરવાનું સુનિયોજિત કાવતરું છે. મહિલાએ પોતાની ઓળખ છુપાવીને પોલીસને બાતમી આપી હતી અને પુરાવા ઊભા કર્યા હતા. 

 

આ સાયકોલોજીકલ થ્રિલર જેવા કેસમાં વિશ્વાસઘાત, ટેકનોલોજીનો દુરુપયોગ અને કાયદાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ જોવા મળ્યો છે. પોલીસે હવે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને ષડયંત્રના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

(11:09 AM IST)