તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 25th January 2026
વિઝિંજામ પોર્ટના વિકાસ માટે અદાણી ગ્રુપ ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે
પોર્ટની ક્ષમતા ૨૦૨૯ સુધીમાં ૧ મિલિયન ટીઈયુથી વધીને ૫.૭ મિલિયન ટીઈયુ કરવામાં આવશે: આ પ્રોજેક્ટ ભારતને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ ક્ષેત્રે ચીન અને સિંગાપોર જેવા દેશો સામે સ્પર્ધામાં ઉતારશે: કરણ અદાણી

અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ (એપીએસીઝેડ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ કેરળના વિઝિંજામ સી-પોર્ટના વિસ્તરણ માટે કુલ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના જંગી રોકાણની જાહેરાત કરી છે.
વિઝિંજામ પોર્ટના બીજા તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા કરણ અદાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ સાથે પોર્ટની ક્ષમતા ૨૦૨૯ સુધીમાં ૧ મિલિયન ટીઈયુથી વધીને ૫.૭ મિલિયન ટીઈયુ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ ભારતને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ ક્ષેત્રે ચીન અને સિંગાપોર જેવા દેશો સામે સ્પર્ધામાં ઉતારશે. અદાણીએ આ પ્રોજેક્ટને કેરળના ઈતિહાસનું સૌથી મોટું ખાનગી રોકાણ ગણાવ્યું હતું અને રાજ્ય સરકારના સહયોગ બદલ મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનો આભાર માન્યો હતો.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
