News of Sunday, 25th January 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં વિલંબથી રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે: ગોલ્ડમેન સાશ
આર્થિક વિકાસ દર જાળવી રાખવા માટે આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પહેલા ક્વાર્ટર બાદ પણ વ્યાજદરમાં કાપ મૂકી શકે

નવી દિલ્હી : અગ્રણી નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સાશના અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ, જો ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારમાં વિલંબ થશે, તો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) અર્થતંત્રને વેગ આપવા વ્યાજદરમાં મોટા ઘટાડા કરી શકે છે.
ગોલ્ડમેન સાશના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ શાંતનુ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ટ્રેડ ડીલમાં વિલંબને કારણે ભારતના નિકાસ ક્ષેત્ર, ખાસ કરીને ટેક્સટાઈલ અને જેમ્સ એન્ડ જ્વેલરી પર અસર પડી શકે છે. આર્થિક વિકાસ દર ( જીડીપી ) જાળવી રાખવા માટે આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પહેલા ક્વાર્ટર બાદ પણ વ્યાજદરમાં કાપ મૂકી શકે છે.
જો વૈશ્વિક અનિશ્ચિતતા વધશે તો મધ્યસ્થ બેંક પાસે અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે રેટ કટ એક મુખ્ય સાધન હશે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
