<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ગણતંત્ર દિવસ પર સીબીઆઈના ૬ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને ૨૫ ને પોલીસ મેડલ એનાયત

પ્રજાસત્તાક પર્વ ૨૦૨૬ નિમિત્તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ૩૧ અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી : પ્રજાસત્તાક પર્વ ૨૦૨૬ નિમિત્તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( સીબીઆઇ ) ના ૩૧ અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 

આ વર્ષે સીબીઆઈના ૬ અધિકારીઓને ‘પ્રેસિડન્ટ્સ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ’ ( પી એસ એમ ) અને ૨૫ અધિકારીઓને ‘પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ’ ( એમએસએમ ) એનાયત કરવામાં આવ્યા છે. 

 

કોલકાતા આર.જી. કર કેસની તપાસ કરનાર જોઈન્ટ ડાયરેક્ટર વી. ચંદ્રશેખરને રાષ્ટ્રપતિ મેડલથી નવાજવામાં આવ્યા છે. 

 

આ ઉપરાંત એસપી અમિત શ્રીવાસ્તવ અને એડિશનલ એસપી મુકેશ શર્મા જેવા અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે, જેમણે વિવિધ હાઈ-પ્રોફાઈલ કેસોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(2:22 PM IST)