News of Sunday, 25th January 2026
એ ગુપ્ત હથિયાર શું છે ? વેનેઝુએલા રેડ અને પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોની ધરપકડનું રહસ્ય ખૂલ્યું
ટ્રમ્પે ખુલાસો કર્યો કે 'ધ ડિસકોમ્બોબ્યુલેટર' નામના ગુપ્ત હથિયારે દુશ્મનોની ટેકનોલોજી જામ કરી દીધી હતી

ન્યૂયોર્ક: એ ગુપ્ત હથિયાર શું છે ? વેનેઝુએલા રેડ અને પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોની ધરપકડનું રહસ્ય ખૂલ્યું: ટ્રમ્પે ખુલાસો કર્યો કે 'ધ ડિસકોમ્બોબ્યુલેટર' નામના ગુપ્ત હથિયારે દુશ્મનોની ટેકનોલોજી જામ કરી દીધી હતી
અમેરિકા દ્વારા વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં કરવામાં આવેલી ગુપ્ત રેડ અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડની ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવી છે. હવે આ સફળ ઓપરેશન પાછળના રહસ્ય પરથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પડદો ઉંચક્યો છે.
'ન્યૂયોર્ક પોસ્ટ' ને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ ઓપરેશનની સફળતા પાછળ એક અત્યંત ગુપ્ત અને નવું હથિયાર જવાબદાર હતું, જેને તેમણે "ધ ડિસકોમ્બોબ્યુલેટર" નામ આપ્યું છે.
ઓવલ ઓફિસમાં અપાયેલા આ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગયા મહિને કારાકાસમાં થયેલા દરોડા દરમિયાન આ હથિયાર અનિવાર્ય સાબિત થયું હતું.
આ સિક્રેટ વેપનની ખાસિયત વર્ણવતા તેમણે કહ્યું હતું કે, આ હથિયારે દુશ્મન (વેનેઝુએલા આર્મી) ના સાધનો અને ઈક્વિપમેન્ટ્સને કામ કરતા બંધ કરી દીધા હતા. જેના પરિણામે અમેરિકન દળો સફળતાપૂર્વક નિકોલસ માદુરોને પકડી શક્યા હતા.
લશ્કરી નિષ્ણાતોના મતે, આ કોઈ અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર અથવા જામિંગ ટેકનોલોજી હોઈ શકે છે જે દુશ્મનની રડાર, કોમ્યુનિકેશન અને હથિયાર પ્રણાલીને નિષ્ક્રિય બનાવી દે છે.
જોકે, જ્યારે આ હથિયાર વિશે વધુ વિગતો પૂછવામાં આવી ત્યારે ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે તેમને આ વિશે વધુ વાત કરવાની મંજૂરી નથી.
"ધ ડિસકોમ્બોબ્યુલેટર" જેવું વિચિત્ર નામ અને તેની કામગીરી હાલ સંરક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની છે.
માદુરોની ધરપકડ એ અમેરિકન વિદેશ નીતિની મોટી ઘટના ગણવામાં આવે છે, અને હવે તેમાં આવા ભવિષ્યવાદી હથિયારનો ઉપયોગ થયાની વાત બહાર આવતા દુનિયાભરના દેશો અમેરિકાની આ નવી સૈન્ય ક્ષમતાથી ચોંકી ઉઠ્યા છે.
આ ઘટસ્ફોટ સૂચવે છે કે અમેરિકા પાસે એવા સાયબર અથવા ઈલેક્ટ્રોમેગ્નેટિક હથિયારો છે જે ગોળીબાર કર્યા વગર જ દુશ્મનના સૈન્યને અપંગ બનાવી શકે છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
