તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Sunday, 25th January 2026
કર્નલ સોફિયા કુરેશીને વિશિષ્ઠ સેવા મેડલ: ઓપરેશન સિંદૂર દરમિયાન PAKના જૂઠાણાનો પર્દાફાશ કર્યો હતો
ભારતીય સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને ગણતંત્ર દિવસ 2026 ના રોજ વિશિષ્ટ સેવા મેડલ (VSM) એનાયત

રવિવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કર્નલ સોફિયા કુરેશીને વિશિષ્ઠ સેવા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કર્નલ સોફિયા કુરેશી પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ચર્ચામાં આવી હતી. તેણે પાકિસ્તાનના દરેક જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવાનું કામ કર્યું હતું.
ભારતીય સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને ગણતંત્ર દિવસ 2026 ના રોજ વિશિષ્ટ સેવા મેડલ (VSM) એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર તેમની વિશેષ સેવા માટે આપવામાં આવી રહ્યો છે, ખાસ કરીને પહેલગામ આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂરના ઉદ્દેશ્યો વિશ્વને સમજાવવામાં તેમની ભૂમિકા માટે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર વિશે અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે આ કમાન્ડ આર્મીના કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આપવામાં આવી હતી.
બંને મહિલા સૈન્ય અધિકારીઓએ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો અને ઓપરેશન સિંદૂરના હેતુ વિશે વિશ્વને જાણ કરી હતી. કર્નલ સોફિયા કુરેશી સૌપ્રથમ ચર્ચામાં આવી જ્યારે તેણીએ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું. ત્યારબાદ તે આવું કરનારી સેનાની પ્રથમ મહિલા અધિકારી બની. આ કવાયતને એકસરસાઈઝ ફોર્સ 18 નામ આપવામાં આવ્યું હતું, જે તે સમયે ભારત દ્વારા કરવામાં આવેલ સૌથી મોટી વિદેશી સૈન્ય કવાયત હતી. કવાયતમાં ભાગ લેનાર 18 ટુકડીઓમાં તે એકમાત્ર મહિલા અધિકારી હતી.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
