<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા: ઈરાન પર હુમલા માટે અમેરિકા-ઈઝરાયેલની ગુપ્ત બેઠક, 'સ્વચ્છ અને ઝડપી' ઓપરેશનની તૈયારી: ઈરાન સામેના ભાવિ પગલાંઓ માટેની રૂપરેખા તૈયાર: ઈરાન પર હુમલો કરવા માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈઝરાયેલના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેની વિગતો હવે બહાર આવી છે. અઈરાન પર હુમલો કરવા માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથીમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપર અને ઈઝરાયેલના ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ આયલ ઝમીર વચ્ચેની આ બેઠકમાં ઈરાન સામેની સંભવિત સૈન્ય કાર્યવાહી અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ઈઝરાયેલી મીડિયા ચેનલ ૧૪ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ બેઠકમાં બંને દેશોએ ઈરાન સામેના ભાવિ પગલાંઓ માટેની રૂપરેખા તૈયાર કરી છે.

બેઠકના સારાંશ મુજબ, હાલમાં , પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમેરિકન પક્ષે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં કોઈપણ મોટી કાર્યવાહી કરતા પહેલા તેમને નોંધપાત્ર સૈન્ય દળો એકત્રિત કરવા માટે સમયની જરૂર પડશે. જોકે, બંને પક્ષો સંમત થયા છે કે જો તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તેઓ ત્વરિત હુમલો કરવા માટે તૈયાર છે. અમેરિકાની ઈચ્છા છે કે આ ઓપરેશન "સ્વચ્છ, ઝડપી અને ઓછું ખર્ચાળ" હોય, જેથી લાંબા ગાળાના યુદ્ધમાં ફસાઈ ન જવાય.

આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો "શાસન પરિવર્તન" (રેજીમ ચેન્જ)નો હતો. અહેવાલો સૂચવે છે કે અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનમાં સત્તા પરિવર્તન માટે તૈયાર છે. ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા તત્વોને નિશાન બનાવવાનો રહેશે જેમણે નાગરિકો અને વિરોધ પ્રદર્શનકારીઓને નુકસાન પહોંચાડ્યું છે. 

આ વ્યુહાત્મક બેઠકની સાથે જ સાઉદી અરેબિયાની અલ અરેબિયા ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, યુએસ એરફોર્સ મધ્ય પૂર્વમાં પોતાની લડાયક ક્ષમતા દર્શાવવા અને સૈન્યને તૈનાત કરવાની પ્રેક્ટિસ માટે બહુ-દિવસીય "રેડીનેસ એક્સરસાઇઝ" (સજ્જતા કવાયત) શરૂ કરવા જઈ રહી છે. આ તમામ ગતિવિધિઓ સૂચવે છે કે ૨૦૨૬ના પ્રારંભમાં જ મધ્ય પૂર્વમાં મોટી લશ્કરી હલચલ જોવા મળી શકે છે.

(10:29 AM IST)