હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન બન્યું કતલખાનું: માત્ર 48 કલાકમાં 36,000 પ્રદર્શનકારીઓનો નરસંહાર
ઈતિહાસનું સૌથી ભયાનક લોહીયાળ પ્રકરણ: સુરક્ષા દળોએ રસ્તાઓ પર વરસાવી ગોળીઓ, ખામેનેઈ ડરના માર્યા અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા

તેહરાન: ઈરાનમાં લોકશાહી અને આઝાદીની માંગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર શાસકીય દળોએ કાળ બનીને ત્રાટકી આધુનિક યુગનો સૌથી મોટો નરસંહાર કર્યો છે. 'ઈરાન ઈન્ટરનેશનલ'ના ચોંકાવનારા અહેવાલ મુજબ, જાન્યુઆરીના પ્રારંભમાં માત્ર 8 અને 9 તારીખ દરમિયાન જુલમી સત્તાએ અંદાજે 36,000 થી વધુ દેખાવકારોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેહરાન સહિતના શહેરોની ગલીઓ લોહીથી લથબથ બની ગઈ છે. આ આંકડા પ્રત્યક્ષદર્શીઓ અને હોસ્પિટલના ગુપ્ત દસ્તાવેજોના આધારે બહાર આવ્યા છે, જે સાબિત કરે છે કે ઈરાન અત્યારે નરકથી પણ બદતર સ્થિતિમાં છે.
આ ભયાનક હત્યાકાંડ પાછળ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને બસીજ મિલિશિયાનો હાથ હોવાનું ખુલ્યું છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પોતાના જ નાગરિકોને કચડી નાખવા માટે ઈરાને ઈરાક અને સીરિયાથી ક્રૂર ભાડૂતી લડવૈયાઓને પણ મેદાને ઉતાર્યા હતા. અંધાધૂંધ ગોળીબાર અને ટેન્કોના ઉપયોગથી આખા વિસ્તારને યુદ્ધના મેદાનમાં ફેરવી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને માનવતા પરના કલંક સમાન ગણાવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે.
દેશમાં લાગેલી આ આગ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ જીવ બચાવવા માટે અજ્ઞાત સ્થળે ખસી ગયા છે. ગુપ્તચર અહેવાલો મુજબ, ખામેનેઈ તેહરાનમાં એક અભેદ અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા છે અને તેમણે શાસનની લગામ ગુપ્ત રીતે પોતાના પુત્રને સોંપી દીધી છે. અમેરિકાના સંભવિત હુમલા અને પ્રજાના પ્રચંડ રોષથી ડરી ગયેલા શાસકો હવે જનતાનો સામનો કરવાને બદલે પાછળના બારણેથી સંતાઈ રહ્યા છે, જે ઈરાની શાસનના પતનના સંકેત માનવામાં આવે છે.
આ નરસંહારના પડઘા સમગ્ર વિશ્વમાં પડી રહ્યા છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા પ્રબળ બની છે. લુફ્થાન્સા અને એર ફ્રાન્સ જેવી મોટી એરલાઇન્સે સુરક્ષાના કારણોસર ઈરાન તરફની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. વિશ્વભરમાં વસતા ઈરાનીઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે અને નિર્વાસિત પ્રિન્સ રેઝા પહલવીએ તાત્કાલિક મુક્ત ચૂંટણીઓની માંગ કરી છે. ઈરાન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાં કાં તો ધરમૂળથી પરિવર્તન આવશે અથવા વધુ ભયાનક રક્તપાત સર્જાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
