હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગણતંત્ર પર્વે નેતાઓની નમ્ર અપીલ: પીએમ મોદી અને રાહુલ ગાંધીએ પાઠવી શુભેચ્છાઓ
વિકસિત ભારતનો સંકલ્પ અને બંધારણના રક્ષણનો હુંકાર: રાષ્ટ્રપતિ મુર્મુથી લઈને મમતા બેનર્જી સુધીના દિગ્ગજોએ દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની આપી શુભકામના

નવી દિલ્હી: ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી જે સાંસ્કૃતિક એકતાના તાંતણા વણ્યા છે, તે જ આપણી લોકશાહીનો જીવંત આધાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ એકતા જ દરેક ભારતીયને જોડે છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વને ભારતના સન્માન અને ગૌરવનું પ્રતીક ગણાવીને 'વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને વધુ મજબૂત કરવાની શુભેચ્છા પાઠવી હતી.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બંધારણીય મૂલ્યો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ દરેક નાગરિકનું સૌથી મોટું શસ્ત્ર છે, જે તેમના અધિકારોનું રક્ષણ કરે છે. તેમણે કહ્યું કે ભારતીય પ્રજાસત્તાકનો પાયો સમાનતા અને સંવાદિતા પર ટકેલો છે, અને બંધારણનું રક્ષણ કરવું એ જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ન્યાય, સ્વતંત્રતા અને ભાઈચારાના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિવિધતામાં એકતાના મંત્રને મજબૂત કરવાની અપીલ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સોશિયલ મીડિયા દ્વારા શહીદો અને બંધારણના ઘડવૈયાઓને નમન કર્યા હતા. અમિત શાહે નાગરિકોને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક થઈને કામ કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી હતી, જ્યારે રાજનાથ સિંહે સશસ્ત્ર દળોના સાહસ અને બલિદાનને સલામ કરી આત્મનિર્ભર ભારત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીએ પણ આ દિવસને ભારત માટે ગૌરવશાળી ગણાવી લોકશાહીના પાયાને મજબૂત કરવાના વિચાર રજૂ કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
