<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ફિલિપીન્સમાં 350 મુસાફરોથી ભરેલી ફેરી દરિયામાં ડૂબી: 13 લોકોના મોત :નેવી દ્વારા રેસક્યૂ ઓપરેશન

કોસ્ટ ગાર્ડ અને નેવીના જહાજો, સર્વેલન્સ વિમાન, એરફોર્સ બ્લેક હોક હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં જોડાયા

ફિલીપીન્સમાં 350થી વધુ યાત્રીઓને લઇને જઇ રહેલી ફેરી મધ દરિયે ડૂબી જતાં હાહાકાર મચ્યો હતો. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે 244 યાત્રીઓને બચાવી લેવાયા હતા. ઉફેરી જામ્બોઆંગાથી જોલો જઇ રહી હતી. ટેક્નીકલ ખામી સર્જાતા દ્વીપથી થોડા દુર આ ફેરી પાણીમાં ડૂબી ગઇ હતી. નેવીએ બચાવકાર્ય હાથ ધર્યુ હતુ.  

ફિલીપીન્સના દક્ષિણી ભાગમાં વહેલી સવારે દુર્ઘટના સર્જાઇ હતી. જેના કારણે સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ હતો. 350થી વધુ યાત્રીઓને લઇ જઇ રહેલી ફેરી સમુદ્રમાં ડૂબી હતી. જેમાં 13ના મોત અને 244 યાત્રીઓને બચાવાયા હતા. તો અન્ય કેટલાક લોકો ગુમ થયા છે. જેમના માટે શોધખોળનું અભિયાન હાથ ધરાયુ છે. કોસ્ટ ગાર્ડ અધિકારીઓના મત મુજબ એમવી ટ્રીશા કસ્ટિર્ન નામની ફેરી જામ્બોઆંગ શહેરથી સુલુ પ્રાંતના જોલો દ્વીપ તરફ જઇ રહી હતી.

ફેરીમાં 332 યાત્રી અને 27 ક્રૂ મેમ્બર સવાર હતા. મોડી રાત્રે ફેરીમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. અને દુર્ઘટના ઘટી હતી. બેસિલન પ્રાંત પાસે સમુદ્રમાં આ ફેરી ડૂબી ગઇ હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, દુર્ઘટના સમયે વાતાવરણ ચોખ્ખુ હતુ. આ ફેરી દ્વીપના બે કિમી પહેલા જ પાણીમાં સમાઇ ગઇ હતી. અમુક યાત્રીઓ તરતા નજીકના ગામડા સુધી પહોંચ્યા હતા. ગામડાના સ્થાનિકો અને માછીમારોએ તેમને બચાવ્યા હતા.

(2:47 PM IST)