હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
UAEની જેલોમાંથી ૯૦૦ ભારતીયો આઝાદ: શેખે દંડ ભરીને વતન મોકલ્યા
મોદી-નાહ્યાન દોસ્તીનો જાદુ: UAE સરકારે ૯૦૦થી વધુ ભારતીય કેદીઓની સજા અને કરોડોનો દંડ માફ કર્યો, ઈદ અલ-ઇત્તિહાદના પર્વે લીધેલા ઐતિહાસિક નિર્ણયથી સેંકડો ભારતીય પરિવારોમાં દિવાળી જેવો માહોલ

અબુ ધાબી: ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસને UAE સરકાર તરફથી ૯૦૦થી વધુ ભારતીય કેદીઓની યાદી સોંપવામાં આવી છે, જેમને હવે જેલમુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવશે. આ ઐતિહાસિક મુક્તિનો આદેશ UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન દ્વારા આપવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર રાજદ્વારી સફળતા નથી, પરંતુ સેંકડો ભારતીય પરિવારો માટે આશાનું નવું કિરણ છે, જેઓ વર્ષોથી પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા હતા.
આ મુક્તિની સૌથી મોટી અને માનવીય વિશેષતા એ છે કે UAE સરકારે પોતે આ કેદીઓ પર લાદવામાં આવેલો તમામ દંડ ભરી દીધો છે. ઘણા ભારતીય મજૂરો વિઝા ઓવરસ્ટે, નાના આર્થિક વિવાદો કે ટેકનિકલ ખામીઓને કારણે જેલમાં હતા અને ગરીબીને કારણે દંડ ભરી શકતા નહોતા. હવે સરકારના આ ઉમદા પગલાને લીધે, આ કેદીઓ કોઈપણ આર્થિક બોજ વગર ગર્વભેર પોતાના વતન પરત ફરી શકશે. શેખ મોહમ્મદ બિન ઝાયેદે સામાજિક એકતા અને પુનર્વસનના ઉમદા હેતુથી આ દંડ માફ કરવાની ઉદારતા દાખવી છે.
આ જાહેરાત પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ મોહમ્મદ બિન ઝાયેદ વચ્ચેની ગાઢ મિત્રતાનો મોટો હાથ માનવામાં આવે છે. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી બંને નેતાઓની મુલાકાત બાદ આ પ્રક્રિયામાં વેગ આવ્યો હતો. UAEના 'ઈદ અલ-ઇત્તિહાદ' એટલે કે રાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે કુલ ૨૯૩૭ કેદીઓને માફી આપવામાં આવી છે, જેમાંથી સૌથી મોટો હિસ્સો ભારતીય નાગરિકોનો છે. ૧૯૭૧માં જે દિવસે ૭ એમિરેટ્સ એક થયા હતા, તે દિવસ આજે સેંકડો ભારતીયો માટે આઝાદીનો દિવસ બની ગયો છે.
હાલમાં અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ આ તમામ નાગરિકોના પરત ફરવા માટે જરૂરી દસ્તાવેજો અને ટ્રાવેલ પેપર્સ તૈયાર કરવામાં રાત-દિવસ એક કરી રહ્યું છે. આગામી દિવસોમાં વિશેષ વિમાનો મારફતે આ ભારતીયો પોતાના ઘરે પહોંચશે. આ પહેલે સાબિત કર્યું છે કે વિદેશની ધરતી પર મુસીબતમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકાર અને તેમના મિત્ર દેશોની સંવેદનશીલતા કેટલી પ્રબળ છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ બંને દેશોની સરકારોનો આભાર માન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
