હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડ્રેગનનો 'માસ્ટરસ્ટ્રોક': મુસ્લિમ દેશો સાથે હાથ મિલાવી ચીને અમેરિકા સામે છેડ્યું શીતયુદ્ધ : ટ્રમ્પની નીતિઓને ગણાવી 'જંગલનો કાયદો'
વૈશ્વિક વેપાર યુદ્ધમાં ચીનનો નવો દાવ: OIC સાથે મજબૂત ગઠબંધન કરીને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ રાજ સામે બ્યુગલ ફૂંક્યું : વિકાસશીલ દેશોના હિતોનું રક્ષણ કરવાના બહાને અમેરિકાની 'ગુંડાગીરી'નો ખુલ્લેઆમ વિરોધ

બેઇજિંગ: વૈશ્વિક સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે અને ચીને હવે અમેરિકાના ઘેરાબંધી માટે ઈસ્લામિક દેશોનો સહારો લીધો છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ના સેક્રેટરી-જનરલ હુસૈન ઇબ્રાહિમ તાહા સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે, ચીન હવે માત્ર આર્થિક મહાસત્તા નથી, પણ તે વિકાસશીલ દેશોનો 'રક્ષક' પણ બનવા માંગે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અને પ્રતિબંધોના હથિયાર વડે કેનેડા અને યુરોપ જેવા પોતાના જૂના સાથીદારોને પણ ભીંસમાં લઈ રહ્યા છે, ત્યારે ચીને આ અરાજકતાનો લાભ ઉઠાવીને 57 મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠન સાથે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.
વાંગ યીએ આ મુલાકાત દરમિયાન અમેરિકાની વર્તમાન વિદેશ નીતિઓ પર આકરા પ્રહારો કરતા તેને 'જંગલના કાયદા' (Law of the Jungle) સાથે સરખાવી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ જે રીતે મનસ્વી રીતે ટેરિફ લાદે છે અને દેશોને પરસ્પર વેપાર કરતા અટકાવે છે, તેનાથી વિશ્વમાં અસ્થિરતા સર્જાઈ રહી છે. ચીને આ તકે શિનજિયાંગ અને તાઇવાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર OIC ના સમર્થનની પ્રશંસા કરીને મુસ્લિમ વિશ્વ સાથેના પોતાના સંબંધોને 'વ્યૂહાત્મક પ્રાથમિકતા' ગણાવી છે. આ પગલું સ્પષ્ટ કરે છે કે ચીન હવે અમેરિકાના એકહથ્થુ શાસનને પડકારવા માટે એક મોટું વૈશ્વિક બ્લોક તૈયાર કરી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, હવે સમય પાકી ગયો છે કે મહાસત્તાઓની 'ગુંડાગીરી' સામે અવાજ ઉઠાવવામાં આવે. વાંગ યીએ સુરક્ષા ભાગીદારી અને પ્રાદેશિક વિવાદોના રાજકીય ઉકેલ પર ભાર મૂક્યો છે, જે સીધો સંકેત આપે છે કે ચીન મધ્ય-પૂર્વ અને અન્ય મુસ્લિમ દેશોમાં અમેરિકાના હસ્તક્ષેપને ઓછો કરવા માંગે છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ સામે ચીનનું આ 'વિકાસશીલ દેશોનું એકીકરણ' વિશ્વના અર્થતંત્ર અને ભૌગોલિક રાજકારણમાં નવા ભૂકંપના એંધાણ આપી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
