હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સમુદ્ર પર ભારતનો સિક્કો: હવે વિદેશી કંપનીઓની મનમાની ચાલશે નહીં: 'ભારત કન્ટેનર લાઇન' સાથે દેશ બનશે શિપિંગ ક્ષેત્રે મહાસત્તા!
નૂર ખર્ચ પેટે વિદેશોમાં જતા રૂ. 6.87 લાખ કરોડ બચાવવા માટે કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન: SCI, CONCOR અને મોટા પોર્ટ્સ સાથે મળીને રચશે બ્લુ ઈકોનોમીનું નવું સામ્રાજ્ય : આત્મનિર્ભરતા તરફ ઐતિહાસિક કૂચ

નવી દિલ્હી: ભારત હવે માત્ર જમીન કે આકાશમાં જ નહીં, પરંતુ દરિયાના ઉંડા પાણીમાં પણ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા સજ્જ થયું છે. અત્યાર સુધી આપણો આયાત-નિકાસનો વેપાર માર્સ્ક અને MSC જેવી વિદેશી કંપનીઓના ભરોસે હતો, જેના કારણે ભારતને દર વર્ષે અબજો ડોલરનું નૂર ચૂકવવું પડતું હતું. પરંતુ હવે 'ભારત કન્ટેનર લાઇન'ના આગમન સાથે આ નિર્ભરતાનો અંત આવશે. આ મિશનમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને CONCOR જેવી નવરત્ન કંપનીઓ 30-30 ટકા હિસ્સો ધરાવશે, જે સૂચવે છે કે ભારત પોતાની દરિયાઈ વેપાર વ્યવસ્થાને પોતાના હાથમાં લેવા માટે કેટલું ગંભીર છે.
દેશના સંરક્ષણ બજેટ જેટલી જ તોતિંગ રકમ, એટલે કે આશરે રૂ. 6 લાખ કરોડથી વધુ, દર વર્ષે વિદેશી શિપિંગ લાઈનો પાછળ ખર્ચાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભાવનગરમાં "સમુદ્ર સે સમૃદ્ધિ" કાર્યક્રમ દરમિયાન આ આર્થિક લીકેજ અટકાવવાની હાકલ કરી હતી, જેનું પરિણામ હવે આ સંયુક્ત સાહસ સ્વરૂપે જોવા મળી રહ્યું છે. જવાહરલાલ નેહરુ પોર્ટ (JNPA) અને ચેન્નાઈ પોર્ટ ઓથોરિટી જેવા મોટા બંદરો આ પ્રોજેક્ટમાં ભાગીદાર બનીને દરિયાઈ પરિવહનને નવી ગતિ આપશે. આ પહેલથી માત્ર વિદેશી હૂંડિયામણની બચત નહીં થાય, પરંતુ ભારતીય નિકાસકારોને પણ સ્પર્ધાત્મક ભાવે વિશ્વ બજારમાં પ્રવેશ મળશે.
આ નવી કંપનીની સૌથી મોટી તાકાત CONCORનું જબરદસ્ત લોજિસ્ટિક્સ નેટવર્ક હશે. 410 કન્ટેનર ટ્રેનો, 66 ટર્મિનલ્સ અને 4 મિલિયન ચોરસ ફૂટ વેરહાઉસિંગ ક્ષમતા સાથે, 'ભારત કન્ટેનર લાઇન' માત્ર સમુદ્રમાં જ નહીં, પણ બંદરોથી ફેક્ટરીઓ સુધીના માર્ગો પર પણ વર્ચસ્વ જમાવશે. ટૂંક સમયમાં થનારા MoU (સમજૂતી કરાર) બાદ, ભારત વૈશ્વિક શિપિંગ જાયન્ટ્સની હરોળમાં ઉભું રહેશે. આ પગલું 'મેક ઇન ઇન્ડિયા'ની સાથે સાથે 'શિપ ઇન ઇન્ડિયા'ના સપનાને પણ સાકાર કરશે, જે ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
