KGMUમાં 'સફેદ કોટ' પાછળ જેહાદી નેટવર્ક: મહિલા ડોક્ટરોને ફસાવી ધર્માંતરણ કરાવતી ટોળકીનો પર્દાફાશ: રમીઝ મલિકની ધરપકડથી ખળભળાટ
પ્રેમ, બ્લેકમેલિંગ અને નકલી નિકાહનામાનો ખતરનાક ખેલ: પેથોલોજી વિભાગના ડોક્ટરના લેપટોપમાંથી 50 થી વધુ યુવતીઓના વાંધાજનક વીડિયો મળ્યા: પિતા સલીમુદ્દીને પણ ચાર હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાનો સનસનીખેજ ખુલાસો

લખનૌ: લખનૌની પ્રખ્યાત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) હાલમાં સારવાર માટે નહીં, પરંતુ એક ભયાનક 'ધર્માંતરણ જેહાદ'ના કેન્દ્ર તરીકે ચર્ચામાં છે. આ આખા રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક હિન્દુ મહિલા ડોક્ટરે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને પેથોલોજી વિભાગના સીનિયર ડૉ. રમીઝ મલિક વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા. તપાસમાં બહાર આવ્યું છે કે રમીઝ મલિક અને તેના પિતા સલીમુદ્દીન એક આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા, જેમાં હિન્દુ મહિલા ડોક્ટરોને પ્રેમજાળમાં ફસાવી, તેમના અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ ટોળકી નકલી નિકાહનામા તૈયાર કરી પીડિતાઓ પર ઇસ્લામ સ્વીકારવા માટે અમાનવીય માનસિક અને શારીરિક દબાણ કરતી હતી.
પોલીસ અને STFની તપાસમાં રમીઝ મલિકના ડિજિટલ ઉપકરણોમાંથી 50 થી વધુ યુવતીઓની અશ્લીલ સામગ્રી અને કોલ ગર્લ્સનો ડેટા મળી આવ્યો છે, જેનો ઉપયોગ આ ધર્માંતરણ રેકેટમાં થતો હતો. આશ્ચર્યની વાત એ છે કે રમીઝના પિતા સલીમુદ્દીને પોતે અલગ-અલગ રાજ્યોની ચાર હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરી તેમનું ધર્માંતરણ કરાવ્યું હતું, જે દર્શાવે છે કે આ વૃત્તિ આખા પરિવારમાં વણાયેલી હતી. આ કેસમાં KGMUના વહીવટીતંત્રની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે; પેથોલોજી વિભાગના વડા વાહિદ અલીએ આ ગંભીર મામલાને ઘણા દિવસો સુધી દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
યોગી સરકારના આદેશ બાદ હવે STF આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કારણ કે આ નેટવર્ક માત્ર લખનૌ જ નહીં પણ આગ્રા અને નોઇડા સુધી વિસ્તરેલું હોવાનું જણાય છે. કેમ્પસમાં ગેરકાયદેસર રીતે આવતા મૌલવીઓ ડોક્ટરોને 'ટાર્ગેટ' પૂરા પાડતા હતા તેવી પણ માહિતી મળી છે. KGMU કેમ્પસમાં રહેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અને ભૂતકાળમાં થયેલા હુમલાઓને જોતા હવે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજ્ય મહિલા આયોગના હસ્તક્ષેપ બાદ આ કેસમાં વધુ કડક કાયદાકીય કાર્યવાહીની અપેક્ષા છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દીકરી આવા સંગઠિત ગુનાનો ભોગ ન બને.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
