હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓપરેશન સિંદૂર': પાકિસ્તાનના આકાશમાં ભારતીય વાયુસેનાનું તાંડવ : સ્વિસ રિપોર્ટે ભારતની અજેય હવાઈ તાકાત પર મહોર મારી!
88 કલાકના ભીષણ યુદ્ધમાં પાકિસ્તાની હવાઈ સંરક્ષણ નેટવર્કને ભારતે ધૂળ ચાટતું કર્યું: બહાવલપુરથી મુરીદકે સુધી તબાહીના દ્રશ્યો, 'રાફેલ' અને 'બ્રહ્મોસ'ના પ્રહારથી ઘૂંટણિયે પડ્યું ઈસ્લામાબાદ : યુદ્ધવિરામ માટે કરવી પડી આજીજી

નવી દિલ્હી: મે 2025માં ખેલાયેલા 'ઓપરેશન સિંદૂર'ના પડઘા હવે વૈશ્વિક સ્તરે સંભળાઈ રહ્યા છે. એક પ્રતિષ્ઠિત સ્વિસ મિલિટરી થિંક ટેન્કે પોતાના તાજેતરના અહેવાલમાં દાવો કર્યો છે કે ભારતે માત્ર 88 કલાકમાં પાકિસ્તાનની લડાયક ક્ષમતાને મૂળમાંથી હચમચાવી નાખી હતી. પહેલગામ આતંકી હુમલાના બદલામાં શરૂ થયેલા આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ જે રીતે પાકિસ્તાનના અત્યાધુનિક એર ડિફેન્સને તોડી પાડ્યું, તેણે દક્ષિણ એશિયાના સૈન્ય સમીકરણો હંમેશ માટે બદલી નાખ્યા છે. અહેવાલ મુજબ, ભારતે આ ઓપરેશન દ્વારા સાબિત કરી દીધું કે તે પાકિસ્તાની આતંકવાદી શિબિરો પર ગમે ત્યારે અને ગમે તેટલી સચોટતાથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
યુદ્ધના શરૂઆતના તબક્કે પાકિસ્તાને 100 જેટલા ફાઇટર જેટ્સના જંગમાં ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ભારતે પોતાના કેટલાક વિમાનો ગુમાવ્યા હતા. પરંતુ, ભારતે વળતો પ્રહાર કરતા જે રીતે 'બ્રહ્મોસ' અને 'સ્કેલ્પ-ઇજી' જેવી ક્રુઝ મિસાઇલોનો મારો ચલાવ્યો, તેણે પાકિસ્તાની વાયુસેનાની કમર તોડી નાખી. સ્વિસ વિશ્લેષકોના મતે, ભારતના IACCCS અને આકાશ તીર જેવી હાઈ-ટેક સિસ્ટમ્સ એટલી પ્રભાવશાળી રહી કે પાકિસ્તાનનો વળતો પ્રહાર સાવ નિષ્ફળ રહ્યો. 10 મે સુધીમાં તો પાકિસ્તાનના એરબેઝ ખંડેર બની ગયા હતા અને તેની પાસે યુદ્ધવિરામની ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો.
આ રિપોર્ટનું સૌથી મહત્વનું તારણ એ છે કે 'ઓપરેશન સિંદૂર' માત્ર એક પ્રતિક્રિયા નહોતી, પણ ભારતની 'એર સુપિરિયોરિટી' (હવાઈ શ્રેષ્ઠતા)નું જીવંત પ્રદર્શન હતું. પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો અને તેમને પાછળથી ટેકો આપતા રાજ્ય માળખાને ભારતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછીના હુમલાનું પરિણામ પાકિસ્તાનના અસ્તિત્વ માટે જોખમી બની શકે છે. આ ઓપરેશન બાદ ભારત હવે દક્ષિણ એશિયામાં એક એવી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે જે યુદ્ધની ગતિ અને સમય બંને પોતાની શરતો પર નક્કી કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
