હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપનો 'પદ્મ ગૂગલી': વી.એસ. અચ્યુતાનંદનને સન્માન આપી મોદી સરકારે ડાબેરી કિલ્લામાં પાડ્યું ગાબડું: સીપીએમ ધર્મસંકટમાં!
સામ્યવાદી વિચારધારા કે રાષ્ટ્રીય સન્માન? દાયકાઓથી એવોર્ડ ઠુકરાવવાની પરંપરા સામે અચ્યુતાનંદનનો પરિવાર મક્કમ: કેરળમાં ભાજપની રણનીતિએ વિપક્ષને પાયમાલ કરતા સર્જાયું રાજકીય મડાગાંઠ

તિરુવનંતપુરમ: કેરળના રાજકારણમાં જ્યારે સીપીએમ અને ભાજપ વચ્ચે વિચારધારાની જંગ ચરમસીમા પર છે, ત્યારે મોદી સરકારે પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનને મરણોત્તર 'પદ્મ વિભૂષણ' આપીને એક એવો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે કે વિપક્ષ પાસે હવે કોઈ જવાબ બચ્યો નથી. સામાન્ય રીતે સામ્યવાદી નેતાઓ કેન્દ્રના સન્માનોને ઠુકરાવવા માટે જાણીતા છે, પરંતુ અચ્યુતાનંદનના પુત્ર અરુણ કુમારે "આ રાષ્ટ્રનું સન્માન છે અને અમે તેને સ્વીકારીશું" તેમ કહીને પાર્ટીની શિસ્ત અને પરિવારની લાગણી વચ્ચે મોટી દીવાલ ઉભી કરી દીધી છે. આ જાહેરાત બાદ કેરળના રાજકીય ગલિયારાઓમાં સન્નાટો છવાઈ ગયો છે, કારણ કે આ એવોર્ડને નકારવો એ જનતાની નજરમાં દિવંગત નેતાનું અપમાન ગણાશે.
સીપીએમનો ઇતિહાસ જોતા ઇ.એમ.એસ. નંબુદિરીપાદથી લઈને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સુધીના નેતાઓએ પદ્મ એવોર્ડ્સને નકારીને પોતાની કટ્ટરતા સાબિત કરી હતી. પરંતુ અચ્યુતાનંદન કેરળના અત્યંત લોકપ્રિય નેતા હોવાથી, ભાજપે તેમને સન્માન આપીને કેરળના મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. જો સીપીએમ આ સન્માનનો વિરોધ કરે છે, તો તે રાષ્ટ્રવિરોધી છબી ઉભી કરી શકે છે અને જો સ્વીકારે છે, તો તેમની દાયકાઓ જૂની રણનીતિ ભાંગીને ભૂકો થઈ જશે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપે આ એક જ ચાલથી આગામી વિધાનસભા ચૂંટણી માટે કેરળમાં પોતાની જમીન મજબૂત કરી લીધી છે.
હાલમાં સીપીએમ નેતૃત્વ આ મુદ્દે 'મૌન' રહેવામાં જ પોતાની ભલાઈ સમજી રહ્યું છે. પરિવાર દ્વારા એવોર્ડ સ્વીકારવાની તૈયારીએ પાર્ટીને એવા વળાંક પર લાવી દીધી છે જ્યાંથી પાછા હઠવું મુશ્કેલ છે. આ મામલો માત્ર એક નાગરિક સન્માનનો નથી રહ્યો, પણ તે કેરળમાં ડાબેરીઓના ગઢને તોડવા માટે ભાજપ દ્વારા ફેંકવામાં આવેલી 'સાંસ્કૃતિક જાળ' સાબિત થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પ્રજાસત્તાક પર્વની આ ભેટ કેરળના રાજકારણમાં કેવા નવા સમીકરણો રચે છે અને શું આ સન્માન ડાબેરીઓની કટ્ટર વિચારધારાને નરમ પાડશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
