હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થતા અમેરિકા લાલઘૂમ : ટ્રમ્પના મંત્રીએ યુરોપને ‘ધોખેબાજ’ ગણાવી આકરો રોષ ઠાલવ્યો
ભારત પર રશિયન તેલ માટે ૫૦% ટેરિફ ઝીંકનારા અમેરિકાને EU ના કરારથી મોટો આંચકો : યુએસ નાણામંત્રી સ્કૉટ બેસેન્ટનો પલટવાર - "યુરોપ પોતાના જ વિનાશ માટે ફન્ડિંગ કરી રહ્યું છે" : ભારત - EU વચ્ચે ૧૮ વર્ષની વાટાઘાટો બાદ ઐતિહાસિક સમજૂતી

વોશિંગ્ટન : ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતા જ અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી સરકારના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે આ ડીલ અંગે અત્યંત આક્રમક વલણ અપનાવતા યુરોપિયન દેશો પર તીખા પ્રહારો કર્યા છે. આ કરારને કારણે અમેરિકા અને યુરોપ વચ્ચેના આંતરિક સંબંધોમાં પણ તિરાડ પડતી હોવાનું દેખાઈ રહ્યું છે.
અમેરિકી નાણામંત્રીનો બળાપો:
અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ૨૫% થી લઈને કુલ ૫૦% સુધીના વધારાના ટેરિફ લગાવ્યા, પરંતુ યુરોપિયન દેશો અમારી સાથે ઉભા રહેવાને બદલે ભારત સાથે વ્યાપારિક સોદાઓ કરી રહ્યા છે." તેમણે આરોપ લગાવ્યો હતો કે યુરોપિયન દેશો રશિયાના તેલ માધ્યમથી પરોક્ષ રીતે પોતાના જ વિરુદ્ધ યુદ્ધનું ફન્ડિંગ કરી રહ્યા છે. અમેરિકાની આ ચિઢ પાછળનું મુખ્ય કારણ એ છે કે યુએસ-ભારત વ્યાપાર વાટાઘાટો ધીમી ગતિએ ચાલી રહી છે, જ્યારે યુરોપે બાજી મારી લીધી છે.
ભારત-ઈયુ કરારની વિશેષતાઓ:
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે જાહેરાત કરી હતી કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ૨૦૦૭થી એટલે કે છેલ્લા ૧૮ વર્ષથી ચાલી રહેલી વાટાઘાટોનો સુખદ અંત આવ્યો છે. આ કરાર ભારતીય અર્થતંત્ર માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. આ ડીલથી બંને પક્ષો વચ્ચે રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી થશે. હાલમાં કરારની કાયદાકીય તપાસ ચાલી રહી છે અને ચાલુ વર્ષે જ તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે.
પીએમ મોદી અને યુરોપિયન નેતાઓ વચ્ચે શિખર વાર્તા:
આ ઐતિહાસિક કરારની ઔપચારિક જાહેરાત મંગળવારે ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલનમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૭ જાન્યુઆરીએ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ કરારને અમલમાં લાવવા માટે યુરોપિયન સંસદની મંજૂરી ફરજિયાત છે, જ્યારે ભારતમાં કેન્દ્રીય કેબિનેટની સંમતિ બાદ તે ૨૦૨૭ની શરૂઆતથી પ્રભાવી બની શકે છે.
એક તરફ ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનવા તરફ ડગ માંડી રહ્યું છે, ત્યારે અમેરિકાની આ નારાજગી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
