હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનનું 'ઝેરીલું' ષડયંત્ર: "ભારતનો નકશો બદલી નાખીશું" : આતંકવાદીઓએ આપી ખુલ્લી ધમકી અને સેનાના પાપનો કર્યો ખુલાસો!
ઓપરેશન સિંદૂરમાં પછડાટ બાદ મુનીરની સેના અને લશ્કરના આતંકીઓ એકઠા થયા: રહીમ યાર ખાનની રેલીમાં આતંકવાદી ગિલઝાઈએ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર: ડોક્ટરો-એન્જિનિયરોને બદલે તાલિબાન જેવા લડવૈયાઓ પેદા કરવાનું આર્મીનું નવું પ્લાનિંગ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય કટોકટી વચ્ચે હવે ત્યાંની સેના અને આતંકવાદી સંગઠનોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ જૂનો રાગ છેડ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરના ઈશારે રહીમ યાર ખાનમાં આયોજિત એક રેલીમાં લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના આતંકીઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે તેમને સેનાનું સંપૂર્ણ સમર્થન છે. 'ઓપરેશન સિંદૂર'માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાનનું સૈન્ય નેતૃત્વ હવે આતંકી સૈફુલ્લાહ કસુરી અને અતાઉલ્લાહ ગિલઝાઈ જેવા ઝેરીલા નેતાઓને આગળ ધરીને ભારતને નકશો બદલી નાખવાની પોકળ ધમકીઓ આપી રહ્યું છે.
આ આતંકવાદીઓએ સ્ટેજ પરથી ગર્જના કરી છે કે તેઓ ભારતના ઊંડાણ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે અને પાકિસ્તાની સેના તેમની સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. આતંકવાદી ગિલઝાઈએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ પાકિસ્તાની રાજકારણીઓને તેમની સાથે બેસીને 'વિચારધારા'નું રક્ષણ કરવા આમંત્રણ આપે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનમાં લોકશાહી માત્ર નામના પૂરતી છે અને પડદા પાછળ આતંકવાદીઓ અને જનરલ મુનીરની જોડી જ દેશનું સુકાન સંભાળી રહી છે, જે ભારત માટે એક ગંભીર સુરક્ષા પડકાર બની શકે છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આતંકી સૈફુલ્લાહ કસુરીએ હવે પાકિસ્તાની સમાજમાં ડોક્ટરો કે એન્જિનિયરોની જરૂરિયાતને ફગાવી દઈને માત્ર 'મદરેસામાં તાલીમ પામેલા લડવૈયાઓ' પર ભાર મૂક્યો છે. તેનું કહેવું છે કે દુનિયા તેમનાથી ડરે છે અને તેઓ હવે રાજકારણમાં પ્રવેશ કરીને શરિયા કાયદો લાગુ કરવા માંગે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના મતે, પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે કાશ્મીર અને ભારત વિરોધી ઉન્માદ ફેલાવી રહ્યું છે, પરંતુ ભારતની સતર્કતા સામે તેમના તમામ મનસૂબા ફરી એકવાર ધૂળમાં મળી જશે તે નિશ્ચિત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
