હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'કચ્ચા બદામ' ગર્લ અંજલી અરોરાનો બોયફ્રેન્ડ જેલ ભેગો! વીઆઈપી બનવાના ચક્કરમાં આકાશે કરી મોટી ભૂલ: પોલીસે મેરઠમાં દબોચ્યો
ભૂતપૂર્વ સાંસદનું નકલી સ્ટીકર લગાવીને રોફ જમાવવો આકાશ સંસનવાલને ભારે પડ્યો: ટોલ પ્લાઝા પર પોલીસે સ્કોર્પિયો અટકાવી અને ખુલી ગઈ પોલ : છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતા સોશિયલ મીડિયા પર મચી ગઈ ખળભળાટ

મેરઠ: સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ લાઈફસ્ટાઈલ અને રોમેન્ટિક વીડિયો માટે જાણીતી જોડી અંજલી અરોરા અને આકાશ સંસનવાલ અત્યારે કાયદાકીય સકંજામાં ફસાઈ છે. મેરઠના પરતાપુર કાશી ટોલ પ્લાઝા પર એક હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો જ્યારે પોલીસે આકાશની દિલ્હી પાસિંગની સ્કોર્પિયો કારને અટકાવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આકાશે ટોલ બચાવવા અથવા વીઆઈપી રોફ જમાવવા માટે પોતાની કાર પર 'ભૂતપૂર્વ સાંસદ' (Ex-MP) નું નકલી સ્ટીકર લગાવ્યું હતું. પોલીસે તરત જ આ છેતરપિંડી પકડી પાડી અને આકાશ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.
આકાશ સંસનવાલ માત્ર અંજલીનો બોયફ્રેન્ડ જ નથી, પણ પોતે એક જાણીતો ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર પણ છે અને રાજકારણમાં પણ તેને ખાસ્સો રસ છે. ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ ધરાવતા આકાશે હજુ થોડા સમય પહેલા જ વર્ષ ૨૦૨૫ ના અંતમાં અંજલી માટે અત્યંત રોમેન્ટિક પોસ્ટ લખી હતી, જેમાં તેણે ૨૦૨૬ માં પણ અંજલી સાથે નવા સપના જોવાની વાત કરી હતી. જોકે, નવા વર્ષની શરૂઆતમાં જ જેલના સળિયા ગણવાનો વારો આવતા તેના ફેન્સમાં આશ્ચર્ય ફેલાયું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયા પર દેખાતી 'રીલ' લાઈફ અને કાયદાકીય 'રીઅલ' લાઈફમાં ઘણો મોટો તફાવત હોય છે.
બીજી તરફ, 'કચ્ચા બદામ' ગીતથી રાતોરાત સ્ટાર બનેલી અંજલી અરોરા આ મામલે મૌન સેવી રહી છે. કંગના રનૌતના શો 'લોક અપ' થી ચર્ચામાં આવેલી અંજલી અત્યારે મ્યુઝિક વીડિયો અને લક્ઝરી લાઈફસ્ટાઈલનો આનંદ માણી રહી છે, પરંતુ તેના બોયફ્રેન્ડની આ હરકતે તેને ફરી એકવાર નકારાત્મક ચર્ચાઓમાં લાવી દીધી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આકાશ આ નકલી સ્ટીકરનો ઉપયોગ કેટલા સમયથી અને કયા હેતુથી કરી રહ્યો હતો. આ કિસ્સો એવા ઇન્ફ્લુએન્સર્સ માટે પાઠ સમાન છે જેઓ સોશિયલ મીડિયા પાવરનો ઉપયોગ ખોટી રીતે સરકારી ઓળખ બતાવવા માટે કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
