<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ટીના ડાબીનો 'કન્ફ્યુઝન' વીડિયો વાયરલ: પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન બાદ સલામી આપતી વખતે IAS અધિકારી મૂંઝાયા, સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ!

બાડમેર કલેક્ટર કચેરીમાં પ્રોટોકોલને લઈ સર્જાઈ અસમંજસની સ્થિતિ: સલામ કરવા માટે દિશા ભૂલ્યા ટીના ડાબી : સુરક્ષા ગાર્ડે ઈશારો કરીને વળવું પડ્યું – વીડિયો જોઈ યુઝર્સ બોલ્યા, "કામના ભારણને લીધે ભૂલ થઈ શકે છે," તો કલેક્ટરે પણ આપી સ્પષ્ટતા

બાડમેર : દેશના સૌથી જાણીતા IAS અધિકારીઓમાંના એક એવા બાડમેરના જિલ્લા કલેક્ટર ટીના ડાબી ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે, પરંતુ આ વખતે કોઈ વહીવટી કામ માટે નહીં પણ એક વાયરલ વીડિયોને કારણે. પ્રજાસત્તાક દિવસના પવિત્ર પર્વે જ્યારે તેઓ જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ધ્વજવંદન કરી રહ્યા હતા, ત્યારે સલામી આપતી વખતે એક ક્ષણ માટે તેઓ દિશાને લઈને મૂંઝવણમાં દેખાયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ધ્વજ ફરકાવ્યા પછી પ્રોટોકોલ મુજબ કઈ તરફ મુખ રાખીને સલામી આપવી તે અંગે ટીના ડાબી થોડા ગભરાયેલા જણાતા હતા, જેણે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે જ્યારે ટીના ડાબી ખોટી દિશામાં વળવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાછળ ઉભેલા સતર્ક સુરક્ષા ગાર્ડે તરત જ ઈશારો કરીને તેમને યોગ્ય દિશા બતાવી હતી. આ નાનકડી ભૂલનો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર જંગલની આગની જેમ ફેલાઈ ગયો છે. ઘણા લોકો આ ઘટના પર સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો અને અનેક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ પર જવાબદારીઓ અને કામનું ભારે દબાણ હોય છે, જેના કારણે આવી માનવીય ભૂલ થવી સ્વાભાવિક છે.

બીજી તરફ, આ વિવાદ અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ટીના ડાબીએ પોતે જ સ્પષ્ટતા કરી છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે સમજાવ્યું કે ધ્વજવંદન સ્થળની બંને બાજુ સ્ટાફ હાજર હતો, અને સ્વાભાવિક રીતે જ બધાને જોતી વખતે તેમની સ્થિતિ થોડી આડી થઈ ગઈ હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ માત્ર એક સામાન્ય પરિસ્થિતિ હતી અને રાષ્ટ્રધ્વજ કે પ્રોટોકોલનો અનાદર કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. આ સ્પષ્ટતા બાદ હવે આ મામલો શાંત પડતો દેખાઈ રહ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે હજુ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

(10:59 PM IST)