હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આર્થિક મહાસત્તા તરફ પ્રયાણ: રિઝર્વ બેંકે બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી ૨૭૪ ટન સોનું સ્વદેશ પરત લાવ્યું: માર્ચ ૨૦૨૩થી શરૂ થયેલું ગુપ્ત મિશન સફળ, વિદેશી તિજોરી પર નિર્ભરતા ઘટાડતી ભારત સરકાર

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા દેશની આર્થિક સુરક્ષા અને સ્વાભિમાનને મજબૂત કરતો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. એક સમયે જ્યારે ભારતે પોતાનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું, તેનાથી વિપરીત આજે ભારત મજબૂત સ્થિતિમાં છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, માર્ચ ૨૦૨૩થી અત્યાર સુધીમાં આરબીઆઈ દ્વારા લંડનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ભોંયરામાંથી ૨૭૪ ટન જેટલું સોનું પાછું ભારત લાવવામાં આવ્યું છે.
દુનિયાના અનેક દેશોની સેન્ટ્રલ બેંકો પરંપરાગત રીતે પોતાનો સોનાનો ભંડાર બેંક ઓફ ઈંગ્લેન્ડ જેવી સુરક્ષિત જગ્યાએ રાખતી હોય છે. જોકે, બદલાતા ભૌગોલિક રાજકીય તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે પોતાની સંપત્તિ પોતાના જ દેશમાં સુરક્ષિત રાખવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. સોનું પરત લાવવા માટે વિશેષ વિમાનો અને અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સોનું હવે ભારતમાં મુંબઈ અને નાગપુર જેવા સ્થળોએ આરબીઆઈની અત્યાધુનિક તિજોરીઓમાં સુરક્ષિત રાખવામાં આવશે.
આ પગલાથી આરબીઆઈને વિદેશી બેંકોને ચૂકવવી પડતી કસ્ટોડિયલ ફીમાં મોટો ઘટાડો થશે. વધુમાં, આ સોનું દેશમાં હોવાથી કટોકટીના સમયે તેનો ઉપયોગ સરળતાથી થઈ શકશે. આ ઘટના ભારતની વધતી જતી આર્થિક તાકાત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. અર્થશાસ્ત્રીઓના મતે, સોનું સ્વદેશ લાવવાથી ભારતીય ચલણ રૂપિયાને પણ મજબૂતી મળશે અને રોકાણકારોનો ભારતીય અર્થતંત્ર પરનો ભરોસો વધશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
