<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

એકલા હોવાની કળાઃ ભવિષ્‍યનો સૌથી મોટો પડકારઃ ઓશો

જ્‍યારે યંત્રો કામ કરી દેશે, ત્‍યારે માણસ પોતાની જાત સાથે કેવી રીતે રહેશે? નવરાશઃ વરદાન કે અભિશાપ? રવિવારની રજાનો ડર અને ભવિષ્‍યમાં ધ્‍યાનનું મહત્‍વ યંત્રયુગમાં માણસની ઘટતી જતી ધીરજ અને મનોવૈજ્ઞાનિક સંકટઃ એટલે જ હવે ધ્‍યાન પ્રત્‍યેની જિજ્ઞાસા વધતી જાય છે

આજે હવે રોબોટ, સોફટવેર, એપ્‍સ અને યંત્રો માનવીનું બધું જ કાર્ય હાથમાં લેવા મંડ્‍યા છે ત્‍યારે ઓશો (રજનીશજી)એ આ વિશે વર્ષો પહેલા વાત કરી હતી જે તેમના જ શબ્‍દોમાં જોઈએ..

ઓશો ભવિષ્‍યની એક ગંભીર મનોવૈજ્ઞાનિક સમસ્‍યા તરફ અંગુલિનિર્દેશ કરે છે. તેઓ જણાવે છે કે પશ્ચિમના દેશોમાં સ્‍વચાલિત યંત્રો અને ટેકનોલોજીને કારણે ભવિષ્‍યમાં માણસ પાસે પુષ્‍કળ નવરાશ અને સુખ-સુવિધાઓ હશે. પરંતુ સમસ્‍યા એ છે કે માણસ પાસે ખાલી બેસવાની કે પોતાની જાત સાથે એકલા રહેવાની યોગ્‍યતા નથી.

ઓશો રવિવારની રજાનું સચોટ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ અત્‍યારે આપણને એક દિવસની રજા પણ ભારે પડી જાય છે અને આપણે સમય પસાર કરવા માટે ઉપદ્રવો શોધીએ છીએ, તેમ ભવિષ્‍યમાં જ્‍યારે આખું જીવન રજા જેવું બની જશે, ત્‍યારે માણસ માટે તે જીરવવું મુશ્‍કેલ બનશે. તેમણે એવી આગાહી કરી છે કે ભવિષ્‍યમાં જે લોકો શાંતિથી કશું કર્યા વગર બેસી શકશે, તેઓ જ સાચા અર્થમાં સજ્જન ગણાશે અને સરકાર કદાચ તેમને ખાલી બેસવા માટે પગાર આપશે. અંતમાં, ઓશો તારણ આપે છે કે આ એકલતા કે નવરાશને આનંદમાં ફેરવવાનો એકમાત્ર માર્ગ ધ્‍યાન છે. ધ્‍યાન વગરનું એકાંત માણસ માટે નર્ક સમાન બની શકે છે, તેથી જ હવે પヘમિમાં અને વિશ્વભરમાં ધ્‍યાનની જિજ્ઞાસા વધી રહી છે.

ઓશો (રજનીશ)એ જે પ્રવચન આપેલું, તેનું શબ્‍દશઃ ગુજરાતી ભાષાંતર...

પヘમિમાં વૈજ્ઞાનિકો એક નવી ચિતાથી ભરાઈ ગયા છે. તે ચિંતા મનુષ્‍ય જાતિના ઈતિહાસમાં પહેલીવાર આવી છે. અને તે ચિતા એ છે કે આ સદી પૂરી થતા-થતા, ઓછામાં ઓછું પヘમિના કેટલાક મુલકોમાં - અમેરિકામાં, સ્‍વીડનમાં - એટલી સુખ-સુવિધા થઈ જશે અને બધું કામ લગભગ સ્‍વચાલિત યંત્રોથી થવા લાગશે કે માણસની પાસે ઘણો સમય બચશે.

તો મનોવૈજ્ઞાનિકોને મોટો ખતરો છે કે માણસ કરશે શું? કારણ કે અત્‍યારે ખાલી થવાની યોગ્‍યતા માણસની નથી. અત્‍યારે ચૂપ બેસવાની ક્ષમતા માણસની નથી. થોડું વિચારો, બધું કામ યંત્ર કરી દે અને તમારી પાસે કોઈ કામ ન બચે. અત્‍યારે જો કે તમે રડો છો કે કામ જ કામ છે, કોઈ નવરાશ નથી. અત્‍યારે તમે વિચારો પણ છો કે નવરાશ મળી જાય તો તમે થોડો વિશ્રામ કરી લો. જો કે અત્‍યારે પણ જ્‍યારે નવરાશ મળે છે ત્‍યારે તમે વિશ્રામ કરતા નથી.

રવિવારની રજા કાપી કપાતી નથી. રવિવારની રજા કાપવા માટે તમે કેટલા ઉપાય કરો છો? પિકનિક પર ચાલ્‍યા, કોઈ ઉપદ્રવ (મુસીબત) ન હતો તો ઉપદ્રવ બાંધ્‍યો. ઘરમાં નથી બેસી શકતા. રજા કાપી કપાતી નથી. રવિવારના દિવસે તમે સોમવારની રાહ જોવા લાગો છો કે ક્‍યારે સવાર થાય, ક્‍યારે તમે તમારા કામમાં લાગો.

થોડું વિચારો કે પૂરું જીવન રવિવારની રજા હોય! તમે બચી શકશો એટલા વિશ્રામમાં? તમે ઝીલી શકશો તે શાંતિને, તે એકાંતને? નહીં, તમે કંઈક ને કંઈક ખતરા કરી લેશો. તમે કોઈ ઝંઝટ ઉભી કરશો. તમે એવા કંઈક ઉપાય કરશો જેમાં તમે ગૂંચવાઈ જાઓ.

મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણે એવા કામ શોધવા પડશે જેની કોઈ જરૂર તો નહીં હોય, પરંતુ લોકો જે ખાલી નથી બેસી શકતા, તેમને આપણે આપવા પડશે અને એક બહુ અનોખી વાત ધ્‍યાનમાં આવવાની શરૂ થઈ છે, અને તે એ કે જે લોકો બિલકુલ ખાલી બેસવા માટે રાજી હશે, તેમને સરકાર પગાર આપશે કે તેઓ ખાલી બેસવા માટે રાજી છે. જે કામ કરશે, તેમને પગાર નહીં મળે. કારણ કે કામ પણ લો અને પગાર પણ લો, બંને એક સાથે? આ આજે આપણને વિચિત્ર લાગે છે. અને ઓછામાં ઓછું પૂરબના (પૂર્વના) દેશોમાં તો બહુ વિચિત્ર લાગે છે જ્‍યાં ગરીબી છે, જીવન બહુ દુવિધાપૂર્ણ છે.

પરંતુ પヘમિના દેશોમાં આ ઘડી નજીક આવી રહી છે. વીસ વર્ષોની અંદર, આ સદી પૂરી થતા-થતા, જે લોકો ખાલી બેસવા માટે રાજી હશે તેમને સજ્જન કહેવામાં આવશે. જે નહીં બેસવા માટે રાજી હોય તેઓ દુર્જન સમજવામાં આવશે. પરંતુ ખાલી એ જ બેસી શકે છે જેને થોડો 'ધ્‍યાન'નો રસ લાગ્‍યો હોય.

એટલા માટે આ આકસ્‍મિક નથી કે પヘમિમાં ધ્‍યાનની આટલી તીવ્ર જિજ્ઞાસા પેદા થઈ છે. અકારણ કશું જ નથી થતું. જ્‍યારે કોઈ ઘટના ઘટવાની નજીક હોય છે, તો ચેતના તે તરફ ઉત્‍સુક થવા લાગે છે. જો તમે અહીં મારી પાસે પヘમિથી દૂર-દૂરથી આવતા લોકોને જુઓ છો, તો તે આકસ્‍મિક નથી. બહુ તીવ્ર આકાંક્ષા પેદા થઈ છે કે સ્‍વયંની સાથે એકલા હોવાનું સુખ શું છે, તેને જાણવું જરૂરી છે.

કારણ કે બીજાની સાથે, ન તો સુખ ક્‍યારેય મળ્‍યું છે, ન મળી શકે છે. બીજાની સાથે કેવળ દુઃખ મળ્‍યું છે. પરંતુ મજબૂરી એ છે કે એકલા હોવાની આપણે કળા નથી જાણતા. એટલા માટે બીજાની સાથે દુઃખ મળે, નર્ક મળે, તો પણ કોઈ ઉપાય નથી; રહેવું તો બીજાની સાથે જ પડશે. કારણ કે એકલા હોવામાં 'વધુ મોટું' નર્ક થઈ જાય છે. તો એકલાના નર્કથી બચવા આપણે સદા બીજાનું નર્ક પસંદ કરી લઈએ છીએ

(10:03 AM IST)