<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

લગ્નમાં બરફવર્ષા એટલ થઈ કે બારાતે ૨૧ કિલોમીટર ચાલીને વિદાય લીધી

અમોલી,તા.૨૭: ઉત્તરાખંડના સલિયાણા ગામમાં સરપંચ જીત સિહ બિષ્ટના દીકરા સૂરજનાં લગ્ન નજીકના પરવાડી ગામમાં આરતી નામની કન્‍યા સાથે થવાનાં હતાં. વસંતપંચમીના દિવસે જ લગ્ન હતાં એટલે બધા જાનૈયાઓ નાની-નાની કારમાં દુલ્‍હનના ગામ પહોંચ્‍યા. વાજતેગાજતે જાનનું સ્‍વાગત થયું અને પરવાડી ગામમાં હજી વરમાળા થાય એ પહેલાં તો બરફવર્ષા શરૂ થઈ ગઈ. સૌએ મસ્‍ત બરફમાં લગ્ન માણ્‍યાં. જોકે લગ્ન પૂરાં થઈને વિદાયનો સમય આવ્‍યો ત્‍યારે ચોતરફ એટલો બરફ છવાઈ ગયેલો કે જાનમાં આવેલી એકેય ગાડી નીકળી શકે એમ નહોતી. જોકે વિદાયનું મુરત સાચવવા માટે જાન સમયસર વિદાય લઈને પગપાળા જ નીકળી ગઈ. દુલ્‍હો-દુલ્‍હન પગપાળા જ બરફમાં ૨૧ કિલોમીટર ચાલીને સલિયાણા ગામ પહોંચ્‍યાં. સરપંચના દીકરાની બારાતની આવી પગપાળા બરફમાં વિદાય કોઈએ નહીં જોઈ હોય.

(10:33 AM IST)