<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગુજરાતના ટેબ્‍લોએ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ ઉપર ભારે આકર્ષણ સર્જયું

માહિતી પ્રસારણ સચિવ ડો. વિક્રાંત પાંડે, માહિતી કમિશનર શ્રી કિશોર બચાણી, અધિક નિયામકશ્રી અરવિંદ પટેલ, સંયુકત માહિતી નિયામક ડો. સંજય કચોટ, નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવાનું યોગદાન

 નવી દિલ્‍હી : ‘સ્‍વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ'ના વિષયને અનુલક્ષીને ભારતીય રાષ્‍ટ્રધ્‍વજની નિર્માણયાત્રાઃ તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્‍તુતિ સાથેના ગુજરાતના ટેબ્‍લોએ નવી દિલ્‍હીમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્‍ય પથ પર આકર્ષણ જમાવ્‍યું હતું: સીઆરપીએફની સહાયક કમાન્‍ડન્‍ટ સિમરન બાલાએ સીઆરપીએફની પુરુષોની કન્‍ટીજન્‍ટનું નેતળત્‍વ કરી ગુજરાતને ગૌરવ અપાવ્‍યુઃ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં આ વર્ષે પ્રથમ વખત ‘સાયલન્‍ટ વોરિયર્સ' તરીકે જાણીતા  પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધો

નવી દિલ્‍હી તા.૨૭ :..

પ્રત્‍યેક ભારતીયોમાં સ્‍વદેશી, સ્‍વાશ્રયીતા અને સ્‍વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- ‘વંદે માતરમ'  ા ‘વંદે માતરમ' ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘ વંદે માતરમ'  શબ્‍દની પળષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્‍ટ્રધ્‍વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્‍તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્‍લોનું મુખ્‍ય આકર્ષણ બની રહ્યો હતો.

આ સાથે ગુજરાતના નવસારીમાં જન્‍મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્‍યામજી કળષ્‍ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્‍યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ  તૈયાર કરેલા ‘વંદે માતરમ' લિખિત ધ્‍વજની યશોગાથાનું વર્ણન, શ્નચરખાઙ્ખના માધ્‍યમથી સ્‍વદેશીનો મંત્ર આપનારા મહાત્‍મા ગાંધીની સ્‍મળતિ સાથે ‘વર્તમાન શ્નઆત્‍મનિર્ભર ભારત' અભિયાનનો સુભગ સમન્‍વય આ ટેબ્‍લોની અનોખી ભાત ઉભી કરી હતી.

આ ટેબ્‍લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્‍વરચિત વંદે માતરમ લિખિત ધ્‍વજ સાથે દર્શાવવામાં આવ્‍યા હતા. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ ૧૯૦૭માં પેરિસમાં લહેરાવ્‍યો હતો. આ ધ્‍વજ જર્મનીના બર્લિનના સ્‍ટુટગાર્ટની ‘ઇન્‍ડિયન સોશિયાલિસ્‍ટ કોન્‍ફરન્‍સ'મા પણ રજુ કરવામાં આવ્‍યો હતો. મેડમ કામાની આ ધ્‍વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્‍વીકળત વિવિધ ભારતીય ભાષામાં વંદે માતરમનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

સ્‍વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્‍ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્‍ટ્રીય શાયર'નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત શ્નકસુંબીનો રંગઙ્ખના તાલે જુસ્‍સો વધારતા કલાકારો ટેબ્‍લોને જોમવંતો બનાવી રહ્યા હતા.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્‍તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડો.વિક્રાંત પાંડે, માહિતી કમિશનરશ્રી કિશોર બચાણી, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્‍ત માહિતી નિયામક ડો.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા યોગદાન આપ્‍યું હતું.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્‍યો અને કેન્‍દ્રસાશિત પ્રદેશો તથા કેન્‍દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્‍લોનું પ્રદર્શન થયું હતું. કર્તવ્‍ય પથ  પર સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિમાં લગભગ ૨,૫૦૦ કલાકારોએ ભાગ લીધો હતો. દેશભરમાંથી લગભગ ૧૦,૦૦૦ ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.

આ પરેડના ે પ્રારંભ ‘રાષ્‍ટ્રીય યુદ્ધ સ્‍મારક' ખાતે એક ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે થયો હતો, જ્‍યાં વડાપ્રધાનશ્રીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્‍યારબાદ, આ સમારોહની ઔપચારિક શરૂઆત રાષ્‍ટ્રપતિના સલામી મંચ પર આગમન, રાષ્‍ટ્રગીતનું ગાન અને  ૨૧ તોપોની સલામી સાથે થયો હતો. ૭૭-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્‍સિલના પ્રમુખ એન્‍ટોનિયો કોસ્‍ટા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહયા હતા.

૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં આ વર્ષે પ્રથમ વખત ‘સાયલન્‍ટ વોરિયર્સ' તરીકે જાણીતા પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો. જેમાં મોંગોલિયન પ્રજાતિના બેક્‍ટ્રિયન ઊંટ, સિયાચીન ગ્‍લેશિયરમાં કામ કરતા ખચ્‍ચર, શિકારી પક્ષીઓ, સૈન્‍ય શ્વાન ટુકડીઓ સલામી મંચ પાસેથી પસાર થઇ હતી.

સેનાની વિવિધ પાંખોના કરતબો સાથે આ વર્ષે પહેલી વખત સીઆરપીએફની પુરુષ ટીમનું નેતળત્‍વ ૨૬ વર્ષીય સહાયક કમાન્‍ડન્‍ટ સિમરન બાલાએ કર્યું હતું. ગુજરાતમાં ઉચ્‍ચ અભ્‍યાસ કરનારી સિમરને ગાંધીનગરની સરકારી મહિલા કોલેજમાંથી તાાતકની ઉપાધિ મેળવી સીઆરપીએફની સહાયક કમાન્‍ડન્‍ટની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની કન્‍ટીજન્‍ટ પણ આ પરેડમાં સામેલ થઇ હતી. આ વર્ષની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેના દ્વારા બેટલ અરે ફોર્મેટ દર્શાવવામાં આવશે, આવ્‍યું હતું જેમાં પરંપરાગત ર્માચિંગ ટુકડીઓ અને સેવા પ્રસ્‍તુતિઓનો સમાવેશ થતો હતો.

(11:01 AM IST)