પંજાબમાં મોટી કાર્યવાહી: કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાડના માતા-પિતાની શ્રી મુક્તસર સાહેબથી ધરપકડ, ખંડણી કેસમાં પોલીસની કડક ભીંસ

વિદેશમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા કુખ્યાત ગેંગસ્ટર સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ પર સકંજો કસવા માટે પંજાબ પોલીસે તેના પરિવારજનો પર કાર્યવાહી કરી છે. શ્રી મુક્તસર સાહેબ પોલીસે ગોલ્ડી બરાડના પિતા સમશેર સિંહ અને માતા પ્રીતપાલ કૌરની ધરપકડ કરી છે. આ ધરપકડ ૨૦૨૪ ના એક ખંડણી અને ધમકી આપવાના કેસ સંદર્ભે કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોલ્ડી બરાડના માતા-પિતા અમૃતસરના એક હોટલમાં રોકાયેલા હતા ત્યાંથી તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ગોલ્ડી બરાડના પિતા સમશેર સિંહ પંજાબ પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ૨૦૨૧ માં તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી.
પોલીસનો દાવો છે કે આ દંપતી પાસે આવકનું કોઈ કાયદેસર સાધન ન હતું અને તેઓ ખંડણીના પૈસા પર ગુજરાન ચલાવતા હતા. આ ઉપરાંત, વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો સાથેના આર્થિક વ્યવહારોમાં પણ તેમની સંડોવણી હોવાની શંકા છે. બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
