<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ચાંદીમાં પ૦૦૦-સોનામાં ર૪૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી (૧ કિલો)ના ભાવ વધીને ૩,પ૭,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬ર,૦૦૦ રૂા.ની નવી ટોચે ગઇકાલે બંધ બજારે એક તબક્કે ચાંદીના ભાવ ૩,૬૮,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૬,૦૦૦ બોલાયા'તા

રાજકોટ, તા., ર૭: બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે તેજીનો તરખાટ યથાવત રહયો છે. ચાંદીમાં પ૦૦૦ અને સોનામાં ર૪૦૦ રૂા.નો વધુ ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવે નવી ઐતિહાસિક સપાટી  સર કરી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં પ૦૦૦ રૂા. વધ્‍યા હતા. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ૩,પર,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૩,પ૭,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી.

ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો હતો . બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં ર૪૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૬ર,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૪,૪૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી.  સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ર૪૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,ર૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૪૪,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ગઇકાલે બંધ બજારે ચાંદીના ભાવ ૩,૬૮,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૬,૦૦૦ રૂા. બોલાયા હતા.

અત્રે એ નોંધનીય છે કે ગત સપ્તાહમાં સોના-ચાંદીના ભાવો નવી ટોચની સપાટી બનાવ્‍યા બાદ પટકાયા હતા અને સપ્તાહના અંતે ફરી તેજીના તરખાટ થયો હતો.

(11:32 AM IST)