<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ઉધમપુરમાં ભયંકર માર્ગ અકસ્માત: CRPF સૈનિક સહિત ચાર લોકોના કરૂણમોત :એક સૈનિક સહિત અનેક ઘાયલ

CRPF સૈનિક રજા પર ઘરે જઈ રહ્યો હતો અને ઉધમપુર તરફ જતો હતો ત્યારે ખૈરી વિસ્તારમાં બસનો અકસ્માત થયો.

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉધમપુરના ખૈરી વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે આ અકસ્માતમાં CRPF સૈનિક સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે,. CRPF સૈનિક રજા પર ઘરે જઈ રહ્યો હતો અને ઉધમપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે ખૈરી વિસ્તારમાં બસનો અકસ્માત થયો હતો  આ ભયાનક અકસ્માતમાં સૈનિક અને અન્ય ત્રણ લોકોના મોત થયા છે  જ્યારે ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે  ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .

(1:09 PM IST)