<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સંગીતકાર એ.આર. રહેમાન વિવાદ: 'તાલ' ફિલ્મના ગીત અને સંગીતની ગુણવત્તા અંગે સોશિયલ મીડિયા પર આક્ષેપો: ફિલ્મ 'તાલ' નું ટાઈટલ ટ્રેક એ.આર. રહેમાને નહીં પરંતુ સુખવિંદર સિંહે કમ્પોઝ કર્યું હતું !

૨૦૦૮માં સુખવિંદર સિંહ અલગ થયા બાદ અને 'જય હો' ગીત પછી રહેમાનના સંગીતની ગુણવત્તામાં ઘટાડો થયો: ત્યારબાદ તેમણે કોઈ યાદગાર મોટી હિટ આપી નથી

પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન હાલ સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરી રહ્યા છે. એક વાયરલ થયેલા ડિજિટલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ 'તાલ' નું ટાઈટલ ટ્રેક એ.આર. રહેમાને નહીં પરંતુ સુખવિંદર સિંહે કમ્પોઝ કર્યું હતું. આ પોસ્ટમાં રહેમાન પર શ્રેય ચોરી કરવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ટીકાકારો એવું પણ કહી રહ્યા છે કે ૨૦૦૮માં સુખવિંદર સિંહ અલગ થયા બાદ અને 'જય હો' ગીત પછી રહેમાનના સંગીતની ગુણવત્તામાં ઘટાડો થયો છે અને ત્યારબાદ તેમણે કોઈ યાદગાર મોટી હિટ આપી નથી. સોશિયલ મીડિયા પર તેમને 'મ્યુઝિક થીફ' કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને તેઓ ધર્મ અને વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

(1:44 PM IST)