<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

મુંબઇ-થાણેમાં વરસાદનું યલો એલર્ટ

મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્‍સિયસ રહેવાની શકયતા

મુંબઇઃ તા.ર૭ ભારતીય હવામાન વિભાગએ મંગળવારે મુંબઈ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે મુંબઈ અને થાણેમાં વરસાદ પડવાની શકયતા  છે. ભારતીય હવામાન વિભાગ  એ આજે, ૨૭ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ મુંબઈ અને થાણે માટે યેલો એલર્ટ  આપ્‍યું છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે સવારે ૭ વાગ્‍યે જારી કરાયેલ આ ચેતવણીમાં રહેવાસીઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે કારણ કે સવારના સમયે પ્રદેશના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની અસર થઈ શકે છે.

આઇએમડીના જણાવ્‍યા અનુસાર, મંગળવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્‍સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્‍સિયસ રહેવાની શકયતા છે. દરિયાકાંઠે મધ્‍યમથી તીવ્ર પવન ફૂંકાશે. 

 

(3:58 PM IST)