<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ચાંદીમાં ૭૦૦૦-સોનામાં ૨૫૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી (૧ કિલો)ના ભાવ વધીને ૩,પ૭,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૪,૫૦૦ રૂા.ની નવી ટોચે ગઇકાલે બંધ બજારે એક તબક્કે ચાંદીના ભાવ ૩,૬૮,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૬,૦૦૦ બોલાયા'તા

રાજકોટ, તા., ર૭: બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે તેજીનો તરખાટ યથાવત રહયો છે. ચાંદીમાં ૭૦૦૦ અને સોનામાં ર૫૦૦ રૂા.નો વધુ ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવે નવી ઐતિહાસિક સપાટી  સર કરી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૭૦૦૦ રૂા. વધ્‍યા હતા. શનિવારે ચાંદી ૧ કિલોના બંધ ભાવ ૩,પર,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૩,પ૯,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી.

ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો હતો . બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં ર૫૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૬ર,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૪,૫૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી.  સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ર૫૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,ર૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૪૫,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ગઇકાલે બંધ બજારે ચાંદીના ભાવ ૩,૬૮,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૬,૦૦૦ રૂા. બોલાયા હતા. ત્‍યાર બાદ ફરી ભાવ ઘટી ગયા હતા.

અત્રે એ નોંધનીય છે કે ગત સપ્તાહમાં સોના-ચાંદીના ભાવો નવી ટોચની સપાટી બનાવ્‍યા બાદ પટકાયા હતા અને સપ્તાહના અંતે ફરી તેજીના તરખાટ થયો હતો. જે ચાલુ સપ્તાહમાં પણ જારી રહયો છે.

(3:33 PM IST)