હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેતન્યાહૂનો 'હાઇટેક' ડર: જાસૂસીથી બચવા વડાપ્રધાને પોતાના જ ફોન પર લગાવી ટેપ : વાયરલ ફોટોએ દુનિયાને ચોંકાવી
ઈરાન અને હિઝબુલ્લાહના રડાર પર રહેલા ઇઝરાયલી પીએમની અનોખી સુરક્ષા વ્યવસ્થા: ૧૨ વર્ષ સુધી ફોનથી દૂર રહ્યા બાદ ૨૦૨૪માં મોબાઈલ વસાવ્યો : પણ હવે કેમેરા પર પટ્ટી મારીને સાયબર હેકર્સને આપ્યો પડકાર

જેરુસલેમ: વિશ્વના સૌથી શક્તિશાળી જાસૂસી તંત્ર 'મોસાદ'ના દેશ એવા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અત્યારે પોતાની અંગત સુરક્ષાને લઈને કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી. મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ફોટાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં નેતન્યાહૂના સ્માર્ટફોનના કેમેરા પર કાળી ટેપ મારેલી જોવા મળે છે. આ ફોટો તે સમયનો છે જ્યારે તેમને ગાઝામાં છેલ્લા બંધકનો મૃતદેહ મળ્યાની જાણકારી આપવામાં આવી રહી હતી. સાયબર નિષ્ણાતોના મતે, આ કોઈ સામાન્ય ટેપ નથી પણ ડિજિટલ જાસૂસી સામેનું એક સસ્તું અને અત્યંત અસરકારક હથિયાર છે, જેનાથી હેકર્સ રિમોટલી કેમેરા ચાલુ કરીને વડાપ્રધાનની ખાનગી હિલચાલ જોઈ શકતા નથી.
નેતન્યાહૂનો ટેકનોલોજી પ્રત્યેનો આ અવિશ્વાસ વર્ષો જૂનો છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે સતત ૧૨ વર્ષ સુધી કોઈ પણ સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો નહોતો. ૨૦૨૪માં તેમણે પહેલીવાર પોતાનો અંગત સેલફોન ખરીદ્યો હતો, પરંતુ ઈરાન અને તેના પ્રોક્સી સંગઠનો દ્વારા થતા સતત હુમલાના જોખમે તેમને સાવધ કરી દીધા છે. ૨૦૨૫માં ઇઝરાયલે જે રીતે પેજર વિસ્ફોટ દ્વારા હિઝબુલ્લાહના નેટવર્કને તોડી પાડ્યું હતું, તે જોતા નેતન્યાહૂ જાણે છે કે ટેકનોલોજી જેટલી મદદરૂપ છે તેટલી જ ઘાતક પણ બની શકે છે. આ જ કારણ છે કે તેઓ મોટાભાગે સુરક્ષિત અમેરિકન ગેજેટ્સનો ઉપયોગ કરે છે અને તેમ છતાં તેના કેમેરા પર પટ્ટી મારીને ફરે છે.
સાયબર એક્સપર્ટ્સનું માનવું છે કે નેતન્યાહૂનું આ પગલું અન્ય વૈશ્વિક નેતાઓ માટે પણ એક પાઠ સમાન છે. સ્માર્ટફોનનો કેમેરા અને માઇક્રોફોન અત્યંત સરળતાથી હેક કરી શકાય છે, જેના દ્વારા કોઈપણ વ્યક્તિની વિડિયો કે ઓડિયો જાસૂસી થઈ શકે છે. ૧૯૯૬થી ઇઝરાયલના રાજકારણના ધુરી સમાન રહેલા નેતન્યાહૂ પોતાની ૨૦ વર્ષની સત્તાવાર કારકિર્દીમાં અનેકવાર જીવલેણ હુમલાઓમાંથી બચ્યા છે. હવે જ્યારે ઈરાન સાથેનો સંઘર્ષ ચરમસીમાએ છે, ત્યારે આ 'ટેપવાળો ફોન' એ વાતનો પુરાવો છે કે આધુનિક યુગના આ જંગમાં સાવધાની જ સૌથી મોટું સંરક્ષણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
