હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

તેહરાન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકન નૌસેનાનું સૌથી વિનાશક એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન તેના સ્ટ્રાઈક ગ્રુપ સાથે ઓમાનની ખાડીમાં પહોંચી ગયું છે. આ સૈન્ય જમાવડો ઈરાનમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને પ્રદર્શનકારીઓ પરના દમન વચ્ચે કરવામાં આવ્યો છે. ટ્રમ્પે તેને એક "મોટો કાફલો" ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ તૈનાતી માત્ર આગમચેતીના ભાગરૂપે છે, પરંતુ જો જરૂર પડી તો સખત કાર્યવાહી કરવામાં આવશે.
આ યુદ્ધજહાજની સાથે ત્રણ મિસાઈલ ડિસ્ટ્રોયર પણ છે, જે ટોમાહોક ક્રૂઝ મિસાઈલોથી સજ્જ છે. આ મિસાઈલો ઈરાનની અંદર ઊંડે સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં THAAD મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય કરી દેવામાં આવી છે.
અમેરિકાના આ શક્તિપ્રદર્શન સામે ઈરાને પણ આકરા તેવર બતાવ્યા છે. ઈરાની સૈન્યના કમાન્ડરોએ ચેતવણી આપી છે કે તેમની "આંગળી ટ્રિગર પર છે" અને જો અમેરિકા કોઈ પણ ભૂલ કરશે તો આખા ક્ષેત્રમાં રહેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે. તેહરાનમાં તો એવા બોર્ડ પણ લાગ્યા છે જેમાં અમેરિકન યુદ્ધજહાજને નષ્ટ થતું બતાવવામાં આવ્યું છે.
બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈરાન પર હુમલો કરવા માટે તેમના એરસ્પેસ અથવા જમીનનો ઉપયોગ કરવા દેશે નહીં. UAE ના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ ક્ષેત્રીય સ્થિરતા અને તટસ્થતા જાળવી રાખવા કટિબદ્ધ છે. આ સ્થિતિ વચ્ચે, વિશ્વના અન્ય દેશો અને ખાસ કરીને ભારતે પોતાના 10,000 થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM