હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SYL વિવાદના ઉકેલ માટે પંજાબ-હરિયાણા વચ્ચે ‘શાંતિ મંત્રણા’: ચંદીગઢમાં બંને મુખ્યમંત્રીઓની મહત્વની બેઠક
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભગવંત માન અને નાયબ સિંહ સૈની સામસામે બેઠા: પાણીની અછત વચ્ચે સૌહાર્દપૂર્ણ ચર્ચા

ચંદીગઢ : પંજાબ અને હરિયાણા વચ્ચેના દાયકાઓ જૂના સતલજ-યમુના લિંક (SYL) કેનાલના વિવાદને ઉકેલવા માટે આજે ચંદીગઢ ખાતે એક હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને પગલે યોજાયેલી આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પાણીની વહેંચણીના જટિલ મુદ્દે ટેબલ પર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં બંને રાજ્યોના સિંચાઈ મંત્રીઓ – શ્રુતિ ચૌધરી (હરિયાણા) અને વરિન્દર ગોયલ (પંજાબ) સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને મુખ્યમંત્રીઓએ બેઠકને સકારાત્મક ગણાવી હતી. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જ્યારે ચર્ચાઓ સકારાત્મક વાતાવરણમાં થાય છે, ત્યારે જ કોઈ અર્થપૂર્ણ અને કાયમી પરિણામો મેળવી શકાય છે.
બીજી તરફ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ આ મુદ્દાને જૂનો અને પડતર ગણાવતા કહ્યું કે, પાણી હવે માત્ર રાજ્યોનો નહીં પણ વૈશ્વિક મુદ્દો બની રહ્યો છે. તેમણે પાણીની અછત અંગે ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, માત્ર પાણીની વહેંચણી જ નહીં પણ ભવિષ્ય માટે જળ સંરક્ષણ (Water Conservation) ના પગલાં લેવા પણ હવે અનિવાર્ય બની ગયા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં બંને મુખ્યમંત્રીઓનું નરમ વલણ જોતા હવે કોઈ મધ્યમ માર્ગ નીકળે તેવી આશા જન્મી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
