હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રેડિંગ શીખવા માટે હવે ફીનું ટેન્શન નહીં: મિલિયનડોટ્સ લાવ્યું ‘પે વિથ પ્રોફિટ્સ’નું અનોખું મોડેલ
પ્રોફિટ કરીને જ ભરો કોર્સની ફી! UAE બાદ હવે યુરોપમાં વિસ્તરણ કરશે આ જાણીતી નાણાકીય શિક્ષણ સંસ્થા

દુબઈ : નાણાકીય શિક્ષણ અને ફોરેક્સ ટ્રેડિંગમાં કરિયર બનાવવા માંગતા લોકો માટે એક ખુશખબર સામે આવ્યા છે. યુએઈ (UAE) સ્થિત પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ‘મિલિયનડોટ્સ’ (Milliondots) એ તેના વિસ્તરણની સાથે જ ‘પે વિથ પ્રોફિટ્સ’ (Pay with Profits) નામનું એક અત્યંત આકર્ષક શિક્ષણ માળખું રજૂ કર્યું છે. આ મોડેલ હેઠળ પાત્ર વિદ્યાર્થીઓ શરૂઆતમાં ફીનો મોટો ભાગ આપ્યા વિના જ ફોરેક્સ ટ્રેડિંગ શીખી શકશે અને બાદમાં શિસ્તબદ્ધ ટ્રેડિંગ દ્વારા થનારા પ્રોફિટમાંથી ફીની ચુકવણી કરી શકશે.
સંસ્થાના સ્થાપક કેન્ઝ ઇસીએ (Kenz Ec) એ દુબઈમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નવા મોડેલનો મુખ્ય હેતુ શિક્ષણમાં પારદર્શિતા લાવવાનો અને વિદ્યાર્થીઓ પરથી નાણાકીય દબાણ ઓછું કરવાનો છે. ખાસ કરીને એનઆરઆઈ (NRI) અને કામકાજી વ્યાવસાયિકો જેઓ ઉંચી ફીના કારણે ટ્રેડિંગ શીખતા અચકાતા હતા, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ પ્રણાલી હેઠળ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને બજારની સ્થિતિને આધારે ફીનું માળખું નક્કી કરવામાં આવશે.
ભારત અને UAE બાદ હવે યુરોપમાં પણ ડંકો
મિલિયનડોટ્સ હાલમાં ભારત અને યુએઈમાં સફળતાપૂર્વક કાર્યરત છે અને અત્યાર સુધીમાં 15,000 થી વધુ વિદ્યાર્થીઓને ટ્રેડિંગની તાલીમ આપી ચૂકી છે. હવે આ એકેડેમી પસંદગીના યુરોપિયન દેશોમાં પણ પોતાનો વિસ્તાર કરી રહી છે. KHDA-પ્રમાણિત આ સંસ્થા માત્ર નફો કમાવવા પર નહીં, પરંતુ જોખમની જાગૃતિ અને જવાબદાર ટ્રેડિંગ પ્રથાઓ પર વધુ ભાર મૂકે છે.
કેન્ઝ ઇસીએ, જેમને દક્ષિણ ભારતની પ્રથમ વ્યાવસાયિક ટ્રેડિંગ સંસ્થા સ્થાપવાનો શ્રેય જાય છે, તેમણે ઉમેર્યું કે, "ફોરેક્સ ટ્રેડિંગમાં જોખમ હોય છે, અને તે માટે કડક શિસ્તની જરૂર છે. અમારું ‘પે વિથ પ્રોફિટ્સ’ મોડેલ એ દર્શાવે છે કે અમને અમારી તાલીમ પદ્ધતિ પર સંપૂર્ણ વિશ્વાસ છે." આ નવતર પ્રયોગથી ટ્રેડિંગના ક્ષેત્રમાં શિસ્તબદ્ધ અને શિક્ષિત ટ્રેડર્સની એક નવી પેઢી તૈયાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
