ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
બેંક હડતાળ વચ્ચે એક્સિસ બેંકનો ઐતિહાસિક પલટો: કોટક મહિન્દ્રાને પછાડી બની દેશની ત્રીજી સૌથી મોટી પ્રાઇવેટ બેંક
માર્કેટ કેપમાં ₹18,000 કરોડનો તોતિંગ ઉછાળો: રોકાણકારોએ એક્સિસ પર વરસાવ્યો પ્રેમ, કોટક બેંકના મૂલ્યમાં ₹15,000 કરોડનું ધોવાણ

મુંબઈ : આજે જ્યારે દેશભરમાં બેંકિંગ હડતાળને કારણે કામકાજ પર અસર પડી હતી, ત્યારે શેરબજારમાં એક્સિસ બેંકે એક નવો ઈતિહાસ રચી દીધો છે. મંગળવારે એક્સિસ બેંકના શેરમાં 6% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ) ₹4.10 લાખ કરોડને પાર કરી ગયું છે. આ સાથે જ એક્સિસ બેંકે કોટક મહિન્દ્રા બેંકને પાછળ છોડીને ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી બેંકનું સ્થાન હાંસલ કરી લીધું છે.
શેરબજારના ડેટા અનુસાર, એક્સિસ બેંકનો શેર ₹1,315.80 પર બંધ થયો હતો, જે ઓક્ટોબર 2024 પછીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે. એક તરફ એક્સિસ બેંકની સંપત્તિમાં ₹18,000 કરોડનો વધારો થયો, તો બીજી તરફ કોટક મહિન્દ્રા બેંકના માર્કેટ વેલ્યુમાં ₹15,000 કરોડનો ઘટાડો નોંધાયો હતો. આ આંકડાકીય ફેરબદલને કારણે બેંકિંગ રેન્કિંગમાં મોટો ફેરફાર આવ્યો છે. અત્યારે HDFC બેંક પ્રથમ અને ICICI બેંક બીજા સ્થાને અકબંધ છે.
કેમ વધ્યો એક્સિસ પર વિશ્વાસ?
એક્સિસ બેંકની આ તેજી પાછળ તેના મજબૂત ત્રિમાસિક પરિણામો અને સુધરેલી એસેટ ક્વોલિટી મુખ્ય કારણ માનવામાં આવે છે. સિટી અને નુવામા જેવી મોટી બ્રોકરેજ કંપનીઓએ એક્સિસ બેંકના શેર માટે ₹1,463 સુધીના લક્ષ્યાંક આપ્યા છે. બીજી તરફ, કોટક મહિન્દ્રા બેંકના નબળા પરિણામો અને ઉંચા વેલ્યુએશનને કારણે રોકાણકારો ત્યાંથી ખસીને એક્સિસ તરફ વળ્યા છે. નિષ્ણાતો આ ફેરફારને બેંકિંગ ક્ષેત્રનો ‘માળખાકીય વળાંક’ ગણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
