<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

મોદી સરકાર દેશને ‘મહારાજાઓ'ના યુગમાં પાછો ધકેલવા માગે છે : રાહુલ

મનરેગા યોજના રદ કરવા મુદ્દે કોંગ્રેસ નેતાના સરકાર પર ગંભીર આક્ષેપો

નવી દિલ્‍હી તા.૨૮: કેન્‍દ્રમાં ભાજપના નેતૃત્‍વવાળી એનડીએ સરકારે મનરેગા યોજનાના સ્‍થાને ‘વીબી-જી રામ-જી' યોજના અમલમાં મૂકી છે. તેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્‍દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્‍યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે આક્ષેપ લગાવીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની મનરેગાને ‘‘નષ્ટ કરવાની મનોવૃત્તિ'' પાછળનો હેતુ શ્રમિકોને વેતન અંગે સંઘર્ષ કરવાની હકથી વંચિત કરવા, પંચાયતોની સત્તા છીનવી લેવી અને દેશને એવા રાજા-મહારાજાઓના યુગમાં પાછો ધકેલવાની છે, જ્‍યાં સત્તા થોડા લોકોના હાથમાં સીમિત રહેતી હતી. તેમણે વધુમાં કહ્યું કે, જે શ્રમિકો પહેલાં કહેતા હતા કે મનરેગાએ તેમની જિદગી બદલી નાખી, તે જ શ્રમિકો આજે કહી રહ્યા છે કે મોદી સરકાર ‘‘શ્રમિકોને ગુલામ બનાવી રહી છે.''

રાહુલ ગાંધીએ ‘એક્‍સ' પર મનરેગા કામદારો સાથેની પોતાની તાજેતરની મુલાકાતનો એક વીડિયો શેર કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્‍યું કે, લઘુતમ વેતન, વર્ષભર રોજગારની ખાતરી, સ્‍વતંત્રતા અને ગૌરવ સાથે કામ કરવાનો અધિકાર  આ સાથે દેશના કરોડો મજૂરો એકસૂરથી કહી રહ્યા હતા કે ‘મનરેગાએ અમારી જિંદગી બદલી નાખી'. આ પરિવર્તન લાવવા માટે દાયકાઓ લાગ્‍યા હતા. મનરેગાના શ્રમિકો વીડિયોમાં કહે છે કે આ કાયદાએ તેમને રોજગાર સુરક્ષા આપવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી, પરંતુ સરકાર(ભાજપ) હવે આ ‘‘પરિવર્તનકારી'' યોજનાને નષ્ટ કરવા ઇચ્‍છી રહી છે.

 

(10:13 AM IST)