હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૮૦ વર્ષના દાદાજીએ યુવાન છોકરી સાથે કર્યા લગ્ન
સુંદર દુલ્હનને જોઈ લોકોની આંખો ફાટી ગઈઃ હાલમાં ઇન્ટરનેટ પર એક એવો જ વીડિયો સનસનાટી મચાવી રહ્યો છે

નવી દિલ્હી,તા.૨૮: સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને યુઝર્સ દંગ રહી જાય છે. હાલમાં ઇન્ટરનેટ પર એક એવો જ વીડિયો સનસનાટી મચાવી રહ્યો છે, જેમાં એક ૮૦ વર્ષના વૃદ્ધ અને એક યુવાન છોકરી લગ્નના જોડામાં બેઠેલા જોવા મળે છે. આ વીડિયોએ લોકોને વિચારતા કરી દીધા છે કે, શું આ ખરેખર લગ્ન છે કે પછી માત્ર વાયરલ થવા માટેનું કોઈ નાટક?
પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, આ કહેવત આપણે ઘણી વાર સાંભળી છે. પરંતુ સોશિયલ મીડિયા પર ક્યારેક એવા દ્રશ્યો સામે આવે છે જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં એક એવો જ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં એક ૮૦ વર્ષના વૃદ્ધ દાદા અને એક ખૂબ જ નાની ઉંમરની યુવતી લગ્નના મંડપમાં બેઠેલા જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, આ એક પરંપરાગત બંગાળી લગ્ન જેવો માહોલ છે. બંનેએ બંગાળી રીત-રિવાજ મુજબના મુગટ અને ફૂલના હાર પહેરેલા છે. જોકે, સૌથી વધુ ધ્યાન દુલ્હનના વર્તને ખેંચ્યું છે. તે કેમેરા સામે પોતાનું હસવું રોકી શકતી નથી અને, વારંવાર મોઢું છુપાવીને હસી રહી છે. તેની બાજુમાં બેઠેલા ૮૦ વર્ષના વરરાજાના ચહેરા પર એક અલગ જ ચમક અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે કોઈ તેમને પૂછે છે કે, શું તમે ખુશ છો, ત્યારે બંને હસતા મોઢે હા પાડે છે. જોકે, વીડિયોમાં વરરાજા બનેલા વૃદ્ધ વ્યક્તિ ક્યારેક કેમેરા તરફ જોવે છે, તો ક્યારેક પોતાની દુલ્હન તરફ, પરંતુ તેમના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આસપાસ ઉભેલા લોકો પણ તેમને ચીડવતા અને જોક્સ મારતા સંભળાય છે, જેના કારણે આ આખું દ્રશ્ય કોઈ કોમેડી સીન જેવું લાગી રહ્યું છે.
વીડિયોમાં એક વ્યક્તિ પૂછે છે કે, તમે તમારી દુલ્હનથી ખુશ છો, તો વૃદ્ધ દાદા હા કહે છે. આ દરમિયાન દુલ્હન પણ સ્મિત આપે છે. જોકે, એવું લાગે છે કે, આ વીડિયો માત્ર મનોરંજનના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે, પરંતુ લગ્ન જેવી ગંભીર બાબત પર આ પ્રકારની વિચિત્ર હરકત સવાલો ઊભા કરે છે. વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો પૂર આવ્યો છે. લોકો આ જોડીને જોઈને જાતભાતની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, 'આ લગ્ન માત્ર 'પૈસાની લાલચ'માં કરવામાં આવ્યા છે. જોકે, કેટલાક લોકોનું માનવું છે કે, આ માત્ર એક પ્રેન્ક અથવા કોઈ નાટકનો ભાગ હોઈ શકે છે, જે માત્ર વાયરલ થવા માટે જ બનાવવામાં આવ્યો છે.'
બંગાળી સંસ્કૃતિમાં લગ્નની વિધિઓ ખૂબ જ શાલીન અને સુંદર હોય છે, પરંતુ આ વીડિયોએ તે વિધિઓને એક રમુજી રંગ આપી દીધો છે. વરરાજાના સફેદ વાળ અને કરચલીવાળો ચહેરો અને તેની બાજુમાં સજેલી-ધજેલી યુવાન છોકરી જે કોઈને પણ બીજી વાર જોવા માટે મજબૂર કરી દે છે. હકીકત જે પણ હોય, પરંતુ દાદાજી અને તેમની આ યુવાન દુલ્હને સોશિયલ મીડિયાનું તાપમાન ચોક્કસ વધારી દીધું છે. એક યુઝરે રમૂજમાં લખ્યું કે, દાદાજીની તો લોટરી લાગી ગઈ, તો બીજાએ કહ્યું કે, આજકાલ ફેમ મેળવવા માટે લોકો કંઈ પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારના વીડિયો અવારનવાર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જતા હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
