<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

તાલિબાન સરકારે ગુલામી પ્રથાને આપી કાયદેસરની મંજૂરી

કાયદામાં ‘ગુલામ' અને ‘માલિક' શબ્‍દોનો ઉપયોગ કરી પ્રથાને મળી માન્‍યતા

કાબુલ,તા.૨૮: વિશ્વ જ્‍યારે આધુનિકતા અને સમાનતા તરફ ડગ માંડી રહ્યું છે, ત્‍યારે એક દેશે સત્તાવાર રીતે સદીઓ પાછળ જવાનો નિર્ણય લીધો છે. તાલિબાનના નવા કાળા કાયદા એ માનવતાના તમામ સીમાડાઓ ઓળંગી દીધા છે, જ્‍યાં હવે માણસની ઓળખ તેના ગુણોથી નહીં પણ તેના 'વર્ગ' થી નક્કી થશે. આ અમાનવીય પરિવર્તનમાં કોણ બચશે અને કોણ 'માલિકો' ના શાસન હેઠળ કચડાશે? આ ભયાનક વાસ્‍તવિકતા હચમચાવી દે તેવી છે

અફઘાનિસ્‍તાનમાં તાલિબાન વહીવટીતંત્રે માનવતાને શર્મસાર કરતો એક આંચકાજનક નિર્ણય લીધો છે. સેંકડો વર્ષો પહેલા જે ગુલામી પ્રથા દુનિયામાંથી નાબૂદ થઈ ગઈ હતી, તેને તાલિબાને સત્તાવાર રીતે ફરી જીવંત કરી છે. તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્‍લાહ અખુંદઝાદાએ જાન્‍યુઆરી ૨૦૨૬ માં નવી ફોજદારી કાર્યપદ્ધતિ સંહિતા ને મંજૂરી આપી છે, જે ગુલામીને સીધી રીતે માન્‍યતા આપે છે.

Taliban Slavery Laરૂ ૨૦૨૬ : સમાજનું ચાર વર્ગોમાં વિભાજન

રાવદારીનામની માનવાધિકાર સંસ્‍થાના અહેવાલ મુજબ, આ નવા કાયદાની કલમ ૯ અફઘાન સમાજને ચાર અસમાન શ્રેણીઓમાં વહેંચે છેઃ ઉલેમા અશરફ િAshrafીં, મધ્‍યમ વર્ગ અને નીચલો વર્ગ. આ કાયદાકીય દસ્‍તાવેજોમાં ગુલામ અને માલિકજેવા શબ્‍દોનો સરેઆમ ઉપયોગ કરવામાં આવ્‍યો છે, જે આધુનિક યુગમાં અકલ્‍પનીય છે.

આ નવા સંહિતાની સૌથી વિવાદાસ્‍પદ જોગવાઈ એ છે કે તે ધાર્મિક નેતાઓ, મુલ્‍લાઓ અથવા મૌલવીઓને કાયદાથી ઉપર રાખે છે. જો કોઈ ઉચ્‍ચ વર્ગનો વ્‍યક્‍તિ ગુનો કરે છે, તો તેને સજાને બદલે માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવશે. જ્‍યારે નીચલા વર્ગના લોકો અને ગુલામો ને સમાન ગુના માટે જેલ અને ક્રૂર શારીરિક સજા ભોગવવી પડશે.

વિશ્વભરના માનવાધિકાર જૂથોએ આ કાયદાને મધ્‍ય યુગ કરતાં પણ બદતર ગણાવ્‍યો છે. અફઘાનિસ્‍તાનના ભૂતપૂર્વ એટર્ની જનરલ મોહમ્‍મદ ફરીદ હમીદીએ જણાવ્‍યું હતું કે આ કાયદો માનવ ગૌરવ પર સીધો હુમલો છે. આ ફેરફાર મહિલાઓ બાળકો અને લઘુમતીઓના અધિકારો પર પહેલેથી જ લદાયેલા પ્રતિબંધોને વધુ મજબૂત બનાવશે.

ઉલ્‍લેખનીય છે કે ઓગસ્‍ટ ૨૦૨૫ માં તાલિબાને મહિલાઓ દ્વારા લખાયેલા ૧૪૦ પુસ્‍તકો [Books Ban] પર પ્રતિબંધ મૂક્‍યો હતો અને શરિયા કાયદાના [Sharia Law] નામે શિક્ષણના અનેક વિષયો બંધ કરી દીધા હતા. હવે ગુલામીને કાયદેસર બનાવીને તાલિબાને અફઘાનિસ્‍તાનને ફરી એકવાર અંધકાર યુગમાં ધકેલી દીધું છે.

(10:15 AM IST)