<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

યુપીએસસી કેડર પોલિસીમાં મોટો ફેરફાર: ૨૦૨૬ થી ઝોનલ સિસ્ટમ નાબૂદ, હવે ૪ ગ્રુપમાં વહેંચણી

કેન્દ્ર સરકારે આઈએએસ, આઈપીએસ અને આઈએફઓેસ અધિકારીઓ માટે કેડર ફાળવણીની નીતિમાં ધરખમ ફેરફાર કર્યા છે. ૨૦૨૬ થી અમલમાં આવનાર નવી નીતિ મુજબ જૂની ‘પાંચ ઝોન’ સિસ્ટમ રદ કરી હવે રાજ્યોને ૪ આલ્ફાબેટિકલ (વર્ણાનુક્રમ) ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે કેડર ફાળવણી હવે વધુ પારદર્શક બનાવાશે. ૨૦૧૭ થી ચાલતી ઝોનલ પ્રથા બંધ કરવામાં આવી છે.

નવા માળખા મુજબ રાજ્યોનું વિભાજન:

 * ગ્રુપ ૧: એજીએમયુટી, આંધ્ર પ્રદેશ, આસામ-મેઘાલય, બિહાર, છત્તીસગઢ.

 * ગ્રુપ ૨: ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ.

 * ગ્રુપ ૩: મહારાષ્ટ્ર, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ.

 * ગ્રુપ ૪: તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ‘ઈનસાઈડર-આઉટસાઈડર’ (ઘર આંગણાના અને બહારના) રેશિયોનો નિયમ યથાવત રહેશે, જેથી ઉમેદવારોને પોતાના હોમ સ્ટેટમાં સેવા આપવાની તક મળી રહે.

(2:35 PM IST)