<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

નિપાહ વાયરસનો ફફડાટ: પશ્ચિમ બંગાળમાં કેસ મળતા એશિયાના એરપોર્ટ પર કોવિડ જેવું ચેકિંગ શરૂ

ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં નિપાહ વાયરસના ૫ કેસ કન્ફર્મ થતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. થાઈલેન્ડ, નેપાળ અને તાઈવાને ભારતથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે.

પશ્ચિમ બંગાળના એક જ જિલ્લામાં બે નર્સ સહિત પાંચ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ૧૦૦ જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે બેંગકોકના સુવર્ણભૂમિ, ડોન મુએંગ અને ફૂકેત એરપોર્ટ પર સર્વેલન્સ વધારી દીધું છે. કોલકાતાથી આવતી ફ્લાઈટ્સ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોને ‘હેલ્થ બીવેર કાર્ડ’ આપવામાં આવી રહ્યા છે. નિપાહ વાયરસ ચામાચીડિયા અને ડુક્કર દ્વારા ફેલાતો ગંભીર રોગ છે, જેમાં મૃત્યુદર ઘણો ઊંચો હોય છે.

(2:35 PM IST)