હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 28th January 2026
સ્વાસ્થ્ય એલર્ટ: પ્લાસ્ટિકના કટિંગ બોર્ડ અને પ્રોસેસ્ડ મીટ તમારા સ્વાસ્થ્ય માટે ખતરા સમાન

અમેરિકાના જાણીતા હાર્ટ સર્જન ડો. જેરેમી લંડને રોજિંદા જીવનની હાનિકારક આદતો અંગે ચેતવણી આપી છે. તેમણે પ્લાસ્ટિકના ચોપિંગ બોર્ડ અને પ્રોસેસ્ડ ફૂડને કેન્સર અને ડાયાબિટીસ માટે જવાબદાર ગણાવ્યા છે.
૨૫ વર્ષનો અનુભવ ધરાવતા કાર્ડિયોથોરાસિક સર્જન ડો. લંડને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, જો તમે એક વર્ષ સુધી પ્લાસ્ટિકના કટિંગ બોર્ડનો ઉપયોગ કરો છો, તો તમે અજાણતાં જ ૧૦ ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક (માઈક્રોપ્લાસ્ટિક સ્વરૂપે) ખાઈ જાઓ છો. તેમણે પ્રોસેસ્ડ મીટ (જેમ કે સોસેજ, પેકેજ્ડ ફૂડ) ને ૧૦ માંથી ૫ પોઈન્ટ્સ આપીને અત્યંત જોખમી ગણાવ્યા છે. આ ખોરાકમાં નાઈટ્રેટ્સ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે આંતરડાના કેન્સર અને ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ વધારે છે. ડોક્ટરે લાકડાના બોર્ડ વાપરવાની અને તાજો ખોરાક લેવાની સલાહ આપી છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
