<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

બારામતી મત વિસ્‍તાર અજીત પવારનો ગઢ હતોઃ અધિકારીઓમાં તેઓ ‘ટફબોસ' તરીકે જણીતા હતા

આક્રમક નેતા હતા, ઓછુ બોલતા, જાહેર સભાઓમાં લાંબા ભાષણો કરતા ન હતા તો કેટલાક ‘રિઝલ્‍ટ ઓરિએન્‍ટેડ નેતા તરીકે પણ ઓળખાતા હતા, ૧૯૯૧માં રાજકારણમાં એન્‍ટ્રી કરી હતી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ મહારાષ્ટ્ર ના ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી અજીત પવાર સ્‍થાનિક ચુંટણી પ્રચાર અર્થે આજે સવારે મુંબઈ થી બારામતી જઈ રહ્યા હતા આ દરમ્‍યાન તેમનું પ્‍લેન લેન્‍ડિંગ વખતે ક્રેશ થતા તેમનું દુઃખદ અવસાન થયેલ છે. મહારાષ્ટ્રના અનુભવો અને બહુમુખી નેતા અજીત પવાર વિશે જોઈએ તો.. અજીત પવાર નો જન્‍મ ૨૨ મી જુલાઈ ૧૯૫૯ ના રોજ મહારાષ્ટ્ર ના અહમદ નગર જીલ્‍લા ના દિયોલાલી પ્રવારા ખાતે થયો હતો .

યુવાનીના સમયમાં જ તેઓ પરિવારની રાજકીય પૃષ્ઠભૂમિ અને સામાજિક કાર્ય સાથે જોડાઈ ગયા હોવાથી, તેમણે ઉચ્‍ચ શિક્ષણ કરતાં વધુ ધ્‍યાન જનસેવા અને રાજકારણ તરફ આપ્‍યું.

      અજિત પવાર ની રાજકીય કારકિર્દી વિશે જોઈએ તો  ૧૯૯૧માં રાષ્ટ્રીય રાજકારણ માં એન્‍ટ્રી કરી બારામતી લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા.

૧૯૯૫ મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્‍ય બન્‍યા અને રાજ્‍ય રાજકારણમાં મજબૂત પાયો નાખ્‍યો.

૧૯૯૯ કોંગ્રેસથી અલગ થઈ બનેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે જોડાયા, ટૂંક સમયમાં જ

એનસીપીના મુખ્‍ય નેતાઓમાં સ્‍થાન મેળવ્‍યું

૨૦૦૪ થી ૨૦૧૪ દરમ્‍યાન  કોંગ્રેસએનસીપી સરકાર દરમિયાન,નાણા મંત્રી અને સિચાઈ મંત્રી જેવા મહત્‍વના વિભાગો સંભાળ્‍યા આ સમયગાળા દરમિયાન તેઓ અત્‍યંત પ્રભાવશાળી નેતા તરીકે ઉભર્યા

૨૦૧૦ પ્રથમ વખત મહારાષ્ટ્રના ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી બન્‍યા

૨૦૧૨  ૨૦૧૪ બીજી વખત ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી રાજ્‍યના વિકાસ અને નાણાં વ્‍યવસ્‍થામાં મહત્‍વની ભૂમિકા

૨૦૧૯ (નવેમ્‍બર) થોડા સમય માટે ભાજપ સાથે સરકાર રચી ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી તરીકે શપથ (ટૂંકા ગાળાની સરકાર)

૨૦૧૯ (ડિસેમ્‍બર) થી ૨૦૨૨ શિવસેનાએનસીપી કોંગ્રેસ ( મહા વિકાસ અઘાડી ) સરકાર માં,ફરી ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી

૨૦૨૩ એનસીપી માં ફૂટ પછી ભાજપશિવસેના (શિંદે જૂથ) સાથે જોડાયા, ફરી એકવાર મહારાષ્ટ્રના ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી

૨૦૨૪  હાલ મહારાષ્ટ્ર સરકારમાં સતત ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી તરીકે કાર્યરત અત્‍યાર સુધી સૌથી વધુ વખત આ પદ પર રહેનારા નેતાઓમાં એક હતા અજીત પવાર.

કૌટુંબિક પૃષ્ઠભૂમિ જોઈએ તો તેઓ મહારાષ્ટ્રના પ્રભાવશાળી રાજકીય પરિવાર જોડાયેલા છે, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને એનસીપી ના સ્‍થાપક શ્રી શરદ પવાર તેમના કાકા છે, તેમના પરીવાર વિશે જોઈએ તો,અજિત પવારના પત્‍નીનું નામ સુનેત્રા પવાર છે, તેવો  સામાજિક કાર્ય અને પરિવાર સંભાળમાં સક્રિય હતા અને, ૨૦૨૪માં તેઓ રાજ્‍યસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા, અજિત પવારને એક પુત્ર છે જેનું નામ પરથ પવાર છે.

પરથ પવાર ૨૦૧૯માં બારામતી લોકસભા બેઠકથી સાંસદ રહી ચૂક્‍યા છે,તેઓ પણ ધીમે ધીમે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

અજીત પવાર  કડક નેતા, ઓછું બોલે પરંતુ વધારે કરે, તેવો જાહેર મંચ પર લાંબા ભાષણો કરતા ન હતા, તેઓ માનતા કે ‘‘બોલવાથી નહીં, નિર્ણયથી નેતૃત્‍વ દેખાવું જોઈએ.'' આ સ્‍વભાવને કારણે જ તેઓ બ્‍યુરોક્રેસી પર મજબૂત પકડ ધરાવતા હતા, તેમના માટે બારામતી ના વિકાસની વાત બહુ થાય છે, પણ ઓછું જાણીતું એ છે કે, ઘણા પાણી, સિચાઈ અને રસ્‍તા પ્રોજેક્‍ટ્‍સ માટે તેઓ વ્‍યક્‍તિગત રીતે અધિકારીઓને મધરાત્રે પણ બોલાવતા.

આ કારણે કેટલાક અધિકારીઓ તેમને ‘‘ટફ બોસ'' કહે છે, તો કેટલાક ‘‘રિઝલ્‍ટ ઓરિએન્‍ટેડ નેતા તરીકે પણ ઓળખાતા હતા. અજીત પવારના અકાળે અવસાનથી મહારાષ્ટ્રના રાજકીય આલમને મોટી ખોટ પડશે

(2:40 PM IST)