હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી,તા.ર૮: સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ૧૩ રાજયોમાં વરસાદ, કરા, ગાઢ ધુમ્મસ અને ભારે પવનની ચેતવણી જારી કરી છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને શ્રીનગર એરપોર્ટની તમામ ૫૮ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પણ બંધ થઈ ગયો. ડોડા અને રાજૌરી જિલ્લાઓમાં ફસાયેલા કુલ ૬૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આજે ઉત્તર, ઉત્તરપヘમિ અને મધ્ય ભારતના દ્યણા વિસ્તારોમાં ખરાબ હવામાનની ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત ૧૩ રાજયોમાં વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ૪૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ ભારે વરસાદ અને બરફવર્ષાની પણ આગાહી છે.
આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં પણ કરા પડવાની સંભાવના છે. દિલ્હીમાં જાન્યુઆરી મહિનાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સફદરજંગમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫.૨ ડિગ્રી ઓછું રહ્યું છે. આગામી બે દિવસમાં ઉત્તર-પヘમિ ભારતમાં લદ્યુત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો વધુ દ્યટાડો થશે. રાજસ્થાનના અલવરમાં લદ્યુત્તમ તાપમાન ૪.૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધવાથી ઠંડીમાં થોડી રાહત મળવાની ધારણા છે.
મંગળવારે કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષાથી સંપૂર્ણ અવરજવર ઠપ થઈ ગઈ છે. શ્રીનગરમાં રનવે પર બરફ જમા થવાને કારણે ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. બરફ જમા થવાને કારણે કાઝીગુંડ અને બનિહાલ વચ્ચે નેશનલ હાઇવે ૪૪ બંધ પડ્યો છે. જોકે, પાટા પરથી બરફ સાફ થયા પછી ટ્રેન સેવા ફરી શરૂ થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગંદરબલ, અનંતનાગ અને કુપવાડા સહિત ૧૧ જિલ્લાઓમાં હિમસ્ખલનની ચેતવણી જારી કરી છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)એ ૧૦,૫૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત ચતરગલા પાસમાંથી ૪૦ સૈનિકો અને ૨૦ નાગરિકોને રેસ્ક્યૂ કર્યા. BRO ટીમોએ ઝીરો વિઝિબિલિટીમાં અને ભારે ઠંડીમાં ૩૫ થી ૩૮ કિલોમીટરના રસ્તાઓ પરથી ૫-૬ ફૂટ બરફ સાફ કર્યો છે. રાજૌરીના કાંડી-કોટ્રાન્સકા વિસ્તારમાં પણ વ્યૂહાત્મક રસ્તાઓ સાફ કરવામાં આવ્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM